રાજકોટની મહિલાને સાપ કરડયો,પુત્રે મારી નાંખ્‍યો, સાપનો મૃતદેહ લઈને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવ્યા - At This Time

રાજકોટની મહિલાને સાપ કરડયો,પુત્રે મારી નાંખ્‍યો, સાપનો મૃતદેહ લઈને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવ્યા


રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્‍ટ પચ્‍ચીસ વારીયા ક્વાર્ટરમાં રહેતાં દૂર્ગાબેન બબ્‍બનભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્‍યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્‍યો હતો.

દૂર્ગાબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. અહિ ઇમર્જન્‍સી વિભાગમાં ડોક્‍ટર તેમને તપાસી રહ્યા હતાં ત્‍યારે તેના સગાએ મૃત સાપ પણ કાઢીને બતાવતાં ડોક્‍ટર, નર્સિંગ સ્‍ટાફ ચોંકી ગયો હતો. સાપ ઝેરી છે કે બીનઝેરી તે જાણી શકાય એ માટે ડોક્‍ટરને બતાવવા તેને મારીને સાથે લાવ્‍યાનું રટણ સગાએ કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.