અરીઠા ગામ પાસે લગ્નન પ્રંસગમાં જઈ રહેલા ટેમ્પાને અકસ્માત 35 થી વધુ ઈજાગ્રસ્ત,6 લોકોના મોત
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે લગ્ન પ્રંસગમાં જઈ રહેલા ટેમ્પાને અકસ્માત સર્જાયો હતો,જેમા ટેમ્પામાં બેઠલા 35થી વધુ લોકોને ઈજા પહોચી હતી,અને 6 જેટલા લોકોના કરુણ મોત થયા હતા. ઈજાગ્રસ્તોને ગોધરા અને લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઈજાગ્રસ્તોના પરિવારજનો લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા.ત્યારે મૃતકોના પરિવારજનોમાં ગમનો માહોલ સર્જાયો હતો.પોલીસ પણ બનાવ સ્થળે પહોચી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મહિસાગરના લુણાવાડા પાસે આવેલા અરીઠા ગામ પાસે લગ્નના પાઘડીના પ્રંસગમા જઈ રહેલા ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. જેમા 35 જેટલા લોકો બેઠા હતા. ગઠા ગામ થી સાત તળાવ જતો હતો. આ દરમિયાન ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.અને 108ની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ઘાયલોને લુણાવાડા તેમજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. બનાવની જાણ પોલીસ ને થતા તેઓ પણ ઘટના સ્થળે આવીને તપાસ શરુ કરી છે.લુણાવાડ઼ાની હોસ્પિટલ ખાતે પણ ઈજાગ્રસ્તોના પરિવારજનો પહોચી ગયા હતા.ત્યારે એકબાજુ અન્ય લોકોના મોતને પગલે તેમના પરિવારમા ગમનો માહોલ છવાયો હતો. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે સાત લોકોના મોત થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. આમ મહિસાગર જીલ્લામા બુધવારનો દિવસ ગોઝારો બન્યો હતો.લુણાવાડા હોસ્પિટલ સકુંલ 108ની સાઈરનોથી ગુજી ઉઠ્યુ હતુ.108ની જેટલી ટીમો સારવાર માટે ભારે જહેમત ઉઠાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોચાડ્યા હતા.મૃતકોની યાદી નીચે પ્રમાણે છે.
(1) અરવિંદભાઇ નાનાભાઇ બારિયા (ઉ.વ.45) નાની પાલ્લી
(2) વાઘાભાઇ મસુરભાઇ બારીયા (ઉ.વ.70).નાની પાલ્લી
(3) રમણભાઇ સુખાભાઇ તરાલ ( ઉ.વ. 50) ગઢા
(4) જયંતિભાઇ મસુરભાઇ તરાલ (ઉ.વ.45) ગઢા
(5) નાનાભાઇ ભુરાભાઈ તરાલ (ઉ.વ.35) ગઢા
(6) નાનાભાઇ જવરાભાઇ ચોકિયાત (ઉ.વ. 70) રાજગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.