ગાડીમાં પિત્તળ ની મુઠ અને કુંડલી વાળી લાકડી મળી આવતા રવી વાલજી ઝાપડિયાની આટકોટ પોલીસે અટક કરી
પોલિસ ટીમ આટકોટ બાબરા હાઇવે ખાતે આટકોટ ટી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન કલાક-૧૦/૪૫ વાગ્યાના અરસામાં બાબરા તરફથી એક ગ્રે કલરની ઇકો ગાડી નીકળતા તેને રોકી પોલીસે ચેક કરતા ઇકો કારની વચ્ચેની સિટ નિચે થી એક પિત્તળ ની મુઠ અને કુંડલી વાળી લાકડી જોવામા અવાતા. લાકડી પોતાની ઇકો કારમાં રાખવા બાબતે કોઇ આધાર હોય તો પોલીસે રજુ કરવાનુ કહેતા ન હોવાનુ જણાવેલ હોય,જેથી ઇસમનું નામ ઠામ પુછતા પોતાનું નામ રવીભાઇ વાલજીભાઇ ઝાપડીયા જાતે-કોળી ઉ.વ-૨૭ ધંધો-ડ્રાઇવિંગ રહે, આટકોટ વિદ્યાવિહાર હાઇસ્કુલની પાછળ તા-જસદણ જી-રાજકોટ વાળો હોવાનું જણાવેલ હોય, ઈસમ પાસેની ઇકો ફોરવ્હીલર કારના રજીનંબર GJ-03-MH-6491 હતા અને,ઇકો કારના આગળના કાચ ઉપર ગુજરાતીમાં મા-બાપના આશિર્વાદ લખા વેલ હોય, તેમજ ઇકો ફોર વ્હીલર કાર માંથી મળી આવેલ એક પિત્તળ ની મુઠ અને કુંડલી વાળી લાકડી જોતા લંબાઇ આશરે ૩ ફુટની, તેમજ પિત્તળની મુઠની લંબાઇ સાડા ત્રણ ઇંચ હોય, તેમજ મુઠની લંબાઇ અઢી ઇંચ લાકડીના ઉપરના ભાગે રેડીયમની ગુલાબી પટી લગાવેલ જેથી ઇસમ પોતાની ગ્રે કલરની ઇકો ફોર વ્હીલર કારમાં કોઇ આધાર પુરાવા વગર પિત્તળ ની મુઠ અને કુંડલી વાળી લાકડી રાખી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી મળી આવતા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.