વાળુકડમાં વિશ્વ માતૃભાષા દિવસે કવિ સંમેલન યોજાયું : સર્જકોએ આસ્વાદ કરાવી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું
વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાળુકડ ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં ગુજરાતી ભાષા ગૌરવ સાથે સર્જકોએ રચના આસ્વાદ કરાવ્યો હતો. કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ રચનાઓ બોલીને સૌને મનોરંજન કરાવ્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી રસિકલાલ ધારીવાલ કોલેજ વાળુકડના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે થયેલા કવિ સંમેલન આયોજનમાં પ્રારંભે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અકાદમી અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા દ્વારા દૃશ્યશ્રાવ્ય સંદેશા વડે માતૃભાષા અને ગુજરાતી અંગે સૌને શુભકામના સાથે ભાષા સંવર્ધન માટે આગ્રહ વ્યક્ત કરાયો હતો.
સંસ્થાના અગ્રણી શ્રી નાનુભાઈ શિરોયા મુખ્ય અતિથિ સ્થાને આ કવિ સંમેલનમાં સંયોજક શ્રી દિનેશ વાજાના સંકલન સાથે કવિગણ શ્રી કૃષ્ણ દવે, શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, શ્રી વિશાલ જોષી તથા શ્રી નેહા પુરોહિત દ્વારા પ્રકૃતિ, પ્રેમ અને સાંપ્રત સંબંધી રચનાઓથી વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા હતા. ગુજરાતી ભાષા ગૌરવ સાથે સર્જકોએ રચના આસ્વાદ કરાવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થા પરિવારના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ ગાંધી, શ્રી પ્રફુલ્લાબેન ગાંધી તથા શ્રી વીરેન્દ્રભાઈ ગાંધી અતિથિ વિશેષ રહ્યા હતા.
માતૃભાષા દિવસ કવિ સંમેલનમાં વિનય વિહાર કેળવણી મંડળ પરિવાર શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ પરિવાર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.