વિસાવદર સિવિલ હોસ્પિટલ ના અધિક્ષક ડોડીયા ની વરવી ભૂમિકા
વિસાવદર સિવિલ હોસ્પિટલ ના અધિક્ષક ડોડીયા ની વરવી ભૂમિકા
વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર ના, મેડિકલ ઓફિસર, ડો.અભય ડોડીયા, ની શંકાસ્પદ ભૂમીકા, :_ગત તારીખ.17/02/2023ના રૉજ, વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્ર ના ડો. વિજય ગરચર ની, ચાલુ ફરજ દરમિયાન ના રંગ રેલીયા ને ઢાક પિછોડો કરતા અને આવા લાછન રૂપ બનાવ ને પ્રોત્સાહિત કરતા, ડો. અભય ડોડીયા સામે સમગ્ર શહેર મા ધુત્કાર ની લાગણી પ્રસરી રહી છે, આ બાબતે આજ રોજ વિસાવદર શહેર ના મીડીયા દ્વારા ડો.અભય ડોડીયા ની મુલાકાત લઈ ને, ડો.વિજય ગરચર સામે કેવા પ્રકાર ના પગલા ભરવા મા આવ્યા છે, તે વિશે પુછતા તેમણે જણાવેલ કે આ બનાવ ના ચાર દિવસ વિતવા છતા, ડો.અભય ડોડીયા હજુ ધૃતરાષ્ટ્ર ની ભુમીકા ભજવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવી રહ્યુ હતુ, અને પત્રકારો ના સવાલો ના જવાબ ઉડાઉ થી આપી રહ્યા હતા, અને જણાવેલ કે, મે હજુ સુધી, ડો,વિજય ગરચર ને કોઈ ખુલાસો પુછેલ નથી, જયારે બનાવ ના દિવસે વિસાવદર પોલીસ, વિસાવદર મામલતદાર, મીડીયા ના પ્રતિનીધી, સામાજિક આચેવાનો, હોસ્પિટલ મા સતત સવાર થી સાંજ સુધી હજર હોય, પ્રાંત અધિકારી ,વિસાવદર ના મામલતદાર સાથે સંપર્ક મા હોય, આ સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન હોય, છતા.,ડો.અભય ડોડીયા, આ બનાવ ને પ્રોત્સાહિત કરી રહ્યા હોય તેવુ જણાઈછે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.