જસદણમાં શાક માર્કેટમાં બે વેપારી વચ્ચે કસ્ટમર ને લઈને માથાકૂટ થતા એક સિવિલ હોસ્પિટલમાં દાખલ - At This Time

જસદણમાં શાક માર્કેટમાં બે વેપારી વચ્ચે કસ્ટમર ને લઈને માથાકૂટ થતા એક સિવિલ હોસ્પિટલમાં દાખલ


જસદણમાં શાક માર્કેટમાં બે વેપારી વચ્ચે કસ્ટમર ને લઈને માથાકૂટ થતા એક સિવિલ હોસ્પિટલમાં દાખલ

જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા કટલેરી નો ધંધો કરતા અશ્વિનભાઈ વિનુભાઈ રાઠોડ એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી કે આજરોજ સવારે તેઓ શાકમાર્કેટ વિસ્તારમાં રઘુવીર કોમ્પલેક્ષમાં પોતાની કલ્પેશ કટલેરી નામની દુકાને હતા. તે દરમિયાન બાજુની કટલેરી ની દુકાન વાળા સાગર અરવિંદ રાઠોડ તેમની પાસે આવેલ અને કહેલ કે કેમ અમારી દુકાને આવતા ગ્રાહકોને કેમ બોલાવી લે છો ? તેથી અશ્વિનભાઈ એ જણાવેલ કે હું તમારા કોઈ ગ્રાહકને બોલાવતો નથી અહીં આવતા ગ્રાહકો પોતાની મેળે જ અમારી દુકાને આવે છે તેમ કહેતા સાગર ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો આપી અને કાઠલો પકડી ગાલ ઉપર બે ત્રણ લાફા મારતા અને સાગર ભાઈ મિલન અને સાગરના મમ્મી અને તેના પત્ની આવી ગાળા ગાળી કરી ઢિકા પાટુ નો માર મારવા લાગતા અશ્વિન ભાઈ ને માથાના ભાગમાં બીજા પહોંચતા જસદણ સરકારી હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવેલ અને માથામાં બે ટાંકા આવેલ આ તકે અશ્વિનભાઈ વિનુભાઈ રાઠોડ એ સાગરભાઇ અરવિંદભાઈ રાઠોડ મિલનભાઈ અરવિંદભાઈ રાઠોડ રૂખમાં બેન અરવિંદભાઈ રાઠોડ અને ભારતીબેન સાગરભાઇ રાઠોડ વિરુદ્ધ આઈપીસી કલમ 324, 323, 504, 114 જીપીએક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.