ગ્રાહક પાસેથી રૂ. 2500 લઇ મહિલાને 1 હજાર આપી દેહવ્યાપાર કરાવાતો’તો
લીમડા ચોક પાસેના સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ
લીમડા ચોક પાસે આવેલી મોમાઇ ચા નામની દુકાન ઉપર રિફ્રેશ સ્પામાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની કોઇ નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે પ્રદ્યુમ્નનગર પોલીસને જાણ કરતા પીઆઇ એમ.જી.વસાવાએ સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. અને જો અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય તો મોબાઇલથી મિસ કોલ આપી દેવા ડમી ગ્રાહકને જણાવાયું હતું. ડમી ગ્રાહક સ્પામાં પહોંચ્યા બાદ અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ખાતરી થતા તુરંત મોબાઇલથી મિસ કોલ આપ્યો હતો. જેથી બિલ્ડિંગ પાસે વોચમાં રહેલા પોલીસ કર્મચારીઓ તુરંત ત્યાં દોડી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.