સાબરકાંઠા જિલ્લામાં-: બોર્ડની પરિક્ષા માટે મોકડ્રીલ યોજાઈ,હિંમતનગરની તપોવન વિદ્યામંદિર સંકુલમાં 918 વિદ્યાર્થીઓએ પરિક્ષામાં ભાગ લીધો,વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા સ્મિત જોવા મળ્યુ
સાબરકાંઠા જિલ્લામાં-: બોર્ડની પરિક્ષા માટે મોકડ્રીલ યોજાઈ,હિંમતનગરની તપોવન વિદ્યામંદિર સંકુલમાં 918 વિદ્યાર્થીઓએ પરિક્ષામાં ભાગ લીધો,વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા સ્મિત જોવા મળ્યું.....
-----------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: હિંમતનગરના બેરણા રોડ પર આવેલા તપોવન વિદ્યામંદિર સંકુલમાં બોર્ડ મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિંમતનગર અને આસપાસની સરકારી અને ખાનગી શાળાના 918 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની 32 બ્લોકમાં બેસીને પરીક્ષા આપી હતી.પેપર સારૂં લખીને આવતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મોકડ્રીલ પરીક્ષાનું સ્મિત જોવા મળ્યું હતું.આ પ્રયોગને વાલીઓએ સરાહનીય ગણાવ્યો હતો..
હિંમતનગરના બેરણા રોડ પર તપોવન વિદ્યામંદિર સંકુલમાં અને ભાવનગરની જ્ઞાનમંજરી સ્કુલ દ્વારા આપેલી ગુગલ લીંક મારફતે હિંમતનગર આસપાસના 1050 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું.ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને ફોટા સાથેની રીસીપ્ટ પણ આપવામાં આવી હતી.આજે ગણિતનું પેપર આપવા વાલીઓ સાથે 918 વિધાથીઓ આવ્યા હતા.તપોવન વિધા મંદિરમાં બોર્ડની મોકડ્રીલ 100થી વધુ શિક્ષકો સાથે સ્ટાફ જોડાયો હતો.પરીક્ષા કેન્દ્રમાં 9.30 વાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો સ્વામીનારાયણ મંદિરમાંથી બે સંતો આવ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.ગણિત વિષયનું 80 માર્ક્સનું પેપર ત્રણ કલાકમાં લખ્યા પછી બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મોકડ્રીલ પરીક્ષામાં પેપર કેવું ગયું તેના જવાબમાં સ્મિત સાથે પ્રથમ વાર પરીક્ષા આપનાર બેરણાના વેદાંત બારોટ,ગઢોડાના વિરાજ રાવળ અને સાચોદરની ફોજીયા મેમણે સારું ગયું તેવું કહ્યું હતું.બીજી બાજુ આ પ્રયાસને વાલીઓએ પણ સરાહનીય ગણાવ્યો હતો..
બોર્ડની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવા પાછળનું આયોજન માત્ર વિદ્યાર્થીઓની પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલાં ડર અને બીક દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપરમાં બેઠક ક્રમાંક,બારકોડ સ્ટીકર,ખાખી સ્ટીકર ક્યાં લગાવવું તે વિશેની ખબર પડે છે.પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલાં વિદ્યાર્થીઓમાં રહેલી ઉણપ અને ડર પણ દુર થાય છે.આ અંગે તપોવન વિદ્યામંદિર સંકુલના સંચાલક અને શિક્ષક ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા અનુભવને લઈને સંચાલક મંડળ વચ્ચે મારો વિચાર રજુ કર્યો હતો કે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના ડરને દુર કરવા મોકડ્રીલ પરીક્ષા યોજવી જોઈએ. ત્યારબાદ આ અનુભવના વિચારે બોર્ડની મોકડ્રીલ પરીક્ષાને જન્મ આપ્યો હતો.જેને લઈને છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.