રાજકોટના હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દિલ્હી બેઠકમાં પહોંચ્યા - At This Time

રાજકોટના હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દિલ્હી બેઠકમાં પહોંચ્યા


એપ્રિલમાં એરપોર્ટથી ફ્લાઇટ ટેકઓફ થશે

હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણની કામગીરી ચાલી રહી છે. એરપોર્ટની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રન વે પણ બની ગયો છે. જેનું સમયાંતરે નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયા બાદ રાજકોટમાંથી ફ્લાઈટ ઉડ્ડયનની સંખ્યા બે ગણી થઇ જશે. એરપોર્ટના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હિરાસર એરપોર્ટ પરથી પહેલા ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટ થશે અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ થશે. બેઠકમાં દિલ્હી ખાતે એરપોર્ટના અધિકારીઓએ કામગીરીનો રિપોર્ટ માગ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.