ઝૂંપડાં હટાવ્યા બાદ અસરગ્રસ્તોનો સામાન 4 શખ્સે સળગાવી નાખ્યો
મવડી રોડ પર શાકભાજી વેચી છ સંતાનોનું ગુજરાન ચલાવતા સોનાબેન દિલાભાઇ વાઘેલા નામના વિધવાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિધવાની ફરિયાદ મુજબ, તેઓ સરકારી જમીનમાં ઝૂંપડું બાંધી રહેતા હતા. અહીં અન્ય લોકો પણ ઝૂંપડાં બાંધી રહેતા હતા. દરમિયાન સરકારી જમીન પાસે આવેલી સોસાયટીના રહેવાસીઓને અમે ઝૂંપડાં બાંધી રહેતા હોય તે ગમતું ન હોવાને કારણે મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી.
બાદમાં મનપાએ દબાણ દૂર કરતા તેઓ ખુલ્લામાં રહેતા હતા. દરમિયાન શુક્રવારે રાતે નવ વાગ્યાના અરસામાં પાસેની જે.કે.સાગર સોસાયટીમાં રહેતા ચારેક શખ્સ અમારો ખુલ્લામાં પડેલા સામાનમાં આગ લગાડી નાસી ગયા હતા. સરસામાનમાં આગ લાગ્યાની અમને ખબર પડતા તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.