શિવરાત્રીએ 10 હજાર લિટર દૂધનો વધુ ઉપાડ થયો, 40 હજાર લિટર ભાંગ-પ્રસાદનું વિતરણ, બિલ્વપત્રની ડિમાન્ડ ચાર ગણી
રાજકોટ પંચનાથ મંદિરે બ્લડ ડોનેશન કેમ્પમાં 200 બોટલ રક્ત એકત્રિત થયું.
રાજકોટમાં શનિવારે શિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થઇ હતી. વહેલી સવારથી જ ભક્તો શિવાલયમાં દર્શન- પૂજા માટે પહોંચી ગયા હતા અને મોડીરાત સુધી ધસારો ચાલુ રહ્યો હતો. શિવરાત્રી હોવાને કારણે રાજકોટ શહેર- જિલ્લામાં દૈનિક જરૂરિયાત કરતા 10 હજાર લિટર વધુ દૂધનો ઉપાડ થયો હોવાનું ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા જણાવે છે. જ્યારે રાજકોટ શહેરના 150થી વધુ મંદિરોમાં 40 હજાર લિટર ભાંગ-પ્રસાદનું વિતરણ થયું હતું. જ્યારે પંચનાથ ટ્રસ્ટ દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનોને રક્તદાન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.