મહાશિવરાત્રીની પવિત્ર રાત્રિએ સોમનાથ મહાદેવની ચાર પ્રહરની પૂજા અને આરતી કરવામાં આવી
મહાશિવરાત્રીની પવિત્ર રાત્રિએ સોમનાથ મહાદેવની ચાર પ્રહરની પૂજા અને આરતી કરવામાં આવી
રાત્રિના 9:30 કલાકે, 12:30 કલાકે, 3:30 કલાકે, અને સવારે 5:30 કલાકે સોમનાથ મહાદેવની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી
હજારો શ્રદ્ધાળુઓએ મધ્યરાત્રિએ સોમનાથ મહાદેવની આરતીના દર્શન કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી
સોમનાથ: તા.૧૯/૦૨/૨૦૨૩, મહા વદ તેરસ
સોમનાથ તીર્થમાં મહાશિવરાત્રીનો મહોત્સવ ભવ્યતા પૂર્ણ ઉજવાઈ ગયો. શ્રી સોમનાથ મંદિર મહાશિવરાત્રીના પ્રારંભે જ સવારના 04:00 વાગ્યેથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારે દિવસ દરમિયાન મહાદેવની અનેક પ્રકારની પૂજા અને સેવા કરવામાં આવી હતી. વિશેષ રૂપે મહાશિવરાત્રીના રાત્રી પૂજનનું મહાત્મ્ય હોય સમગ્ર રાત્રી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક પ્રહરમાં વિશેષ મહાપૂજા અને શૃંગાર અને મહા આરતી કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની મધ્યરાત્રીની પ્રહર પૂજા અને આરતીનો લાભ લીધો હતો.
મહાશિવરાત્રી પર્વ પર રાત્રિના પ્રથમ પ્રહર આરતી 9:30 કલાકે ,દ્વિતીય પ્રહર આરતી 12:30 કલાકે, ત્રિતિય પ્રહર આરતી 3:30 કલાકે, અને સવારે 5:30 કલાકે ચતુર્થ પ્રહર માટે સોમનાથ મહાદેવની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી હતી.
🎥 રીપોર્ટ દીપક જોષી પ્રાચી ગીર સોમનાથ.
☎️ 9825695960.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.