“વૃક્ષદેવો ભવ” સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ સેવક વિજયભાઈ ડોબરીયાની સમગ્ર રાજ્ય હરિયાળું બને તે માટે સુંદર પહેલ
"વૃક્ષદેવો ભવ"
સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ સેવક વિજયભાઈ ડોબરીયાની સમગ્ર રાજ્ય હરિયાળું બને તે માટે સુંદર પહેલ
રાજકોટ વતનને હરિયાળું બનાવી સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાનાં સંકલ્પને જેમને ખરા અર્થમાં સાકાર કર્યો છે એવા નોખી માટીના માનવી ગ્રીન મેન વિજયભાઈ ડોબરીયા દ્વારા વસુંધરાને હરિયાળી બનાવવા એક સુંદર પહેલ કરવામાં આવી છે, વતનને હરિયાળું બનાવી, અમર બનાવવાનો અવસર સૌ ને સદભાવનાનાં સત વિચાર થી પ્રાપ્ત થવાનો છે સમાજના સુખી સંપન્ન લોકો પોતાના વતનાનાં વિકાસ માટે આાર્થકિ સહયોગ આાપી પોતાના વતનનું ઋણ ચૂકવતા હોય છે. દેશી કુળના વૃક્ષો જેવા કે વડ,પીપળો,ઉમરો,લીમડો આ વૃક્ષો 200 કે તેથી વધુ વર્ષોનો આાયુષ્ય ધરાવતા હોય છે. આાવા દેશી કુળના વૃક્ષો વાવી 200 વર્ષ સુધીનું પક્ષીઓ માટેનું અન્નક્ષેત્ર ઊભું કરી શકાય.
આપના ગામને હરિયાળું બનાવી અને સંકલ્પને સાકાર કરી વર્ષો સુધી આપણી આવનાર પેઢીનાં વારસાને હરિયાળું વતન વારસમાં આપી શકીએ. આપણા વતનનાં ગામને હરિયાળુ બનાવી 200 વર્ષનો અમર ઇતિહાસ ત્યાં તૈયાર કરી શકે.
કોઈ એક ગામમાં 2000 વૃક્ષ વાવી અને ઉછેરવામાં આવે તો આખું ગામ હરિયાળું બની જાય અને પશુ પક્ષીઓ કિલોલ કરતા થઈ જાય. સદભાવના વૃદ્ધાશ્રમ ગામડા, શહેરને હરિયાળુ બનાવી છેલ્લા સાત વર્ષથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વૃક્ષો વાવવા તેના જતનનું કામ કરે છે, માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવેલ વૃક્ષનો ટેકટર, ટેન્કર દ્વારા નિયમિત રીતે પાણી અને ખાતર આપવામાં આવે છે. એક પણ વૃક્ષ સુકાય નહીં તેની સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવે છે. વૃક્ષ વાવેતર અને જતનની યોજનાની મુખ્ય વિગતો આ પ્રમાણે છે:
આ યોજનામાં દરેક ગામમાં અથવા કોઈપણ એક વિસ્તારમાં ઓછામાં ઓછા 2000 વૃક્ષ વાવવાનાં રહેશે એટલે કે એક યુનિટ 2000 વૃક્ષોનું રહેશે એક અથવા એકથી વધુ વ્યક્તિ મળીને આ યોજનાના સ્પોન્સર/દાતા બની શકશે.
વૃક્ષના ઉછેર અને જતન માટે યુનિટ દીઠ ટેકટર, બે મજૂર અને એક ડ્રાઇવર ત્રણ વર્ષ માટે જે તે ગામમાં જ વસવાટ કરશે જેથી કરીને વૃક્ષોની સંપૂર્ણપણે કાળજી લઈ શકાય.
વૃક્ષ વાવેતર માટે આઠથી દસ ફૂટનું વૃક્ષ અને આઠ ફૂટની ઊંચાઈ વાળું લોખંડની જાળીનું પિંજરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને પાણી આપવા માટે ટ્રેક્ટર અને ડ્રાઇવર મજૂર તથા દેખરેખ સાથે ત્રણ વર્ષ સુધી તમામ રીતે ₹2500 નો ખર્ચ થાય છે. એક એક વૃક્ષનાં રૂપિયા 2500 મુજબ જેટલા વૃક્ષ રોપણ કરવાના હોય એ હિસાબ મુજબની રકમ છે તે સ્પોન્સર દ્વારા એડવાન્સ આપવાની રહેશે. જ્યાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે જગ્યા સાફ સફાઈ કરી આપવાની રહેશે. તમામ વૃક્ષને એક નંબર આપવામાં આવશે વૃક્ષારોપણ થઈ ગયા પછી કયા નંબરમાં કયું ઝાડ ક્યાં આવ્યું છે એ નામ સાથે નંબર વાઈસ ફોટોગ્રાફની ફાઈલ બનાવી વોટ્સએપ દ્વારા સ્પોન્સર ને મોકલવામાં આવશે. દર ત્રણ મહિને વૃક્ષોનાં તાજેતરના ફોટોગ્રાફની ફાઈલ વોટ્સએપ દ્વારા સ્પોન્સરને મોકલવામાં આવશે. ત્રણ વર્ષનાં સમયગાળા દરમિયાન કોઇ પણ વૃક્ષ સુકાઈ જાય કે કોઈ કારણોસર નુકસાન પહોંચે તો તેની જગ્યાએ નવું વૃક્ષ રોપી દેવામાં આવશે આમ છતાં કોઈ પણ સંજોગો વસાહત ત્રણ વર્ષ સુધી કોઈ પણ વૃક્ષ સંપૂર્ણ નાશ પામેલા છે તો સ્પોન્સર પાસેથી લીધેલ રકમ પરત આપવામાં આવશે. આ યોજનામાં ભાગ લેવા તેમજ વૃક્ષારોપણ કરવા અંગેની વધુ માહિતી માટે વિજયભાઈ ડોબરિયા (મો. 99252 28999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.