જસદણ શહેરના આદમજી રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના કરવાની લોકોની માગણી
જસદણ શહેરના આદમજી રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના કરવાની લોકોની માગણી છે.
જસદણ શહેરનાં મોટાભાગના વિસ્તારોમાં અંદાજે ચાર વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ભૂગર્ભ ગટર યોજના કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણેક વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ જસદણ નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે અને અત્યારે જસદણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના કાર્યરત છે પરંતુ જસદણ શહેરના આદમજી રોડ વિસ્તારની વિવિધ શેરીઓ તેમજ પેટા શેરીઓ અને આદમજી રોડ મેઇન રોડ વગેરે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાની કોઈ જ કામગીરી થઈ નથી. આ વિસ્તારમાં ખુલ્લી ગટરોને લીધે ગંદકી અને મચ્છરોનો તેમજ રોગચાળાનો ભય રહે છે. આદમજી રોડ વિસ્તારને ભૂગર્ભ ગટર યોજના હેઠળ સમાવવા માટે તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવા માટે અનેક વખત આ વિસ્તારના નાગરિકોએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ જ યોજના થઈ નથી. વહેલી તકે યોગ્ય કરવાની લોકોની માંગણી છે. સમગ્ર જસદણ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના કાર્યરત થઇ ગયાને ત્રણ વર્ષ કરતા વધારે સમય થયો છે ત્યારે આદમજી રોડ વિસ્તારને જ અન્યાય શા માટે ? તેવી ચર્ચા જાગી છે. આ વિસ્તારમાં ઊંધો ઢાળ છે પરંતુ નિષ્ણાત ઇજનેરો દ્વારા યોગ્ય પ્લાન કરવામાં આવે તો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.
(ધર્મેશ કલ્યાણી દ્વારા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.