દવાખાને બતાવવા જતા પટેલ આધેડને ચાલુ બાઈકે એટેક આવતા મોત
મોરબી રોડ પર સોમનાથ રીયલ હોલ પાસે રહેતા દિનેશભાઈ ધરમશીભાઈ કેરાલીયા (ઉ.46) ગત રાત્રીના તેમની તબીયત નરમ લાગતા દવા લેવા માટે પેડક રોડ પર આવેલ હોસ્પીટલે બાઈકમાં સવાર થઈ જતા હતા ત્યારે રંગાણી હોસ્પીટલ પાસે અચાનક એટેક આવતા બેભાન થયા હતા. જેને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેનુ ટૂંકી સારવારમાં મોત નીપજયુ હતુ. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે મૃતક ચાંદીકામ કરતા અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.