આટકોટ ગામે ભાદર નદી કાંઠે ચાલવાનો રોડ ખરાબ હાલતમા
આટકોટમાં કૈલાસનગર વિસ્તારમાં જવા આવવા માટે ભાદર નદી કોઝવે પર થી પસાર થવું પડે છે પણ અહીં ખાટલે મોટી ખોડ કે લોકો ને ચાલવું મુશ્કેલ છે પણ વાહન ચલાવવું મુશ્કેલ છે ગટરના પાણી વહેતા હોય છે ભુગર્ભ ગટર છે પણ કનેક્શનો કપાયાં જેને કારણે ગટરના પાણીમાં લોકોને પસાર થવું પડે છે ધણાં બધા વૃદ્ધ લોકો પડી ગયાની ઘટના પણ છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી જ્યારે આ રોડ ઉપર હજારો લોકોની અવર જવર રહેતી હોય છે સ્કૂલ જવા માટે વિધાર્થીઓ તેમજ મજુર ખેડુતો સહિતની અવર જવર આ રોડ પર રહેતી હોય છે ત્યારે આ પ્રશ્નનો ઉકેલ તંત્ર દ્વારા લાવતું નથી ચાલવા માટે સારો રસ્તો કરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે. આ બાબતે જો તંત્ર રસ લઇને આ રસ્તો સારો કરવામાં આવે લોકોને વ્યવસ્થા જળવાઈ રહેશે. તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા અહી આર સી સી રોડ બનાવી આપે તેવી માંગણી ઉઠી હતી. કૈલાસનગર વિસ્તારમાં દવાખાનું જવા આવવા માટે લોકો કોઝવે નો ટુકો રસતો થાય છે અને હાઈવે પર દોઢ કિલોમીટર દૂર થાય જેથી ગામમાં જવા આવવા માટે લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
(કરશન બામટા દ્વારા) આટકોટ,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.