જૂનાગઢ ભવનાથ ખાતેશિવરાત્રી મેળા નો વિધિવત પ્રારંભ
મહાશિવરાત્રીનો મેળો-જૂનાગઢ
બરડો, આલેચ, હાલાર, ભાવેણા, ભાલ, બાબરીયાવાડ, નાઘેર, ગીર, ઘેડ, સોરઠ, કાઠીયાવાડમાંથી મનખો ઉમટ્યો
અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ ગુંજી ઉઠી દિગંબર સંતોનાં દર્શન માત્રથી અભિભુત થતા ભાવીકો
- આલેખન, અશ્વિન પટેલ, જૂનાગઢ
ભારતવર્ષ અનેક ભાતીગળ સાંસ્કૃભતિક અસ્મિેતાની ધરોહર છે. વન થી ગામ સુધી અને શહેર થી નગર સુધી પ્રત્યેકક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળો એ સંસ્કા રીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહીમા એટલે જ મેળા, મન મુકીને મહાલવાનો અનોખો શરવસર એટલે મેળો. આજે મહાવદી નોમનાં મ;ગળ પ્રભાતે શુભ ચોઘડીએ ભવનાથ તિર્થક્ષેત્રનાં સંતગણ, ભક્તો, ભાવીકો, વહીવટીતંત્રનાં અધિકારીઓ, પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં ભગવાન ભવનાથની પુજા અર્ચના સાથે ભૈરવદાદાનાં સાંનિધ્યે ભોળાનાથનાં નિજમંદીરે ધ્વજારોહણ દ્વારા મેળાનો વિધીવત પ્રારંભ થયો હતો.
ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્ટ્રા પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે.
જૂનાગઢ જિલ્લાઅમાં જ પરબવાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્યાામનો મેળો, ચોરવાડનો ઝંડનો મેળો, ગુપ્ત પ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે.
જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે ભગવાનને કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્વભર્ગ ભુલાવુ શામળા ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્યભભાવે નોતરૂ આપી શકે છે. અહીં અજાણ્યાવને મીઠો આવકારો અપાય છે. ભુખ્યાાને ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્લાજમાં થયા હોય એવી ધરાનું કેન્દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે. શિવ સ્વંલભુ અને પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે. અગ્નીસ્તંમભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્ય દિવસ મનાયો છે. એટલે જ શિવરાત્રી એ શિવની કલ્યારણકારી રાત્રી મનાઇ છે.
શંકર સુમિરન તે સદા, તુટે માયા તંત,
જપત નિરંતર જોગીજન, સાધક સાધુ સંત,
મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્ધનક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળ થી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્યાાસી, સિધ્ધોમ અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્નેલ સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ પાંચ ભ નો સમન્વ યીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ઠેક ઠેકાણે સાધુ સંતોની ધુણી ધખતી હોય, ભાવીકો મેળાનાં ભજનની સરવાણી પાન કરતા હોય, બાળકો, માતાઓ-બહેનો મેળાની સંસ્કાધરીતાની વાત રજુ કરે
ત્યા રે આ જૂનાણા(જૂનાગઢ)નો અમર વારસા સમો મેળો દૈદિપ્યબમાન બની રહે છે. શિવ સાથે આમેય સોમનાથ થી ભવનાથ સુધીનો અનોખો મહિમા આ જીલ્લા(માં રહ્યો છે. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્રએ પ્રભાસ તિર્થક્ષેત્રે મિલાપ. આવોજ ઇશ્વર સાથે એકાકરનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫ થી ૬ લાખ શ્રધ્ધાનળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે.દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્યા.સીઓ પોતપોતાનાં રસાલા સાથે ધર્મ ધ્વજા અને ધર્મ દંડ સાથે ભવનાથ તિથર્ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્ધોં,નાથયોગીઓ,ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ દતાત્રેય, ગોપીચંદ, અશ્વત્થાામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુકભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્યાંન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્યવતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્યાા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્ધમક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્યાત પણ ઘણી મોટી હોય છે.
આ મેળામાં એક માન્યનતા પ્રમાણે યક્ષનાં નામે સ્તંંભારોપણ થયુ એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં રોજ ભવનેશ્વર મહાદેવનાં મંદિરે ધ્વરજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થાય છે. તે મહા વદી ૧૪ (ચૌદશ)ની અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્યાણન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા અને સંત સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રુપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો કેન્દ્રલ સ્થાેને છે. સ્કંડદપુરાણ, હરિવંશ અને વિષ્ણુ પુરાણમાં ગીરનારનું મહાત્માય અને વર્ણન પ્રસિધ્ધઅ હોવાથી ગુજરાત ભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્થાંન ધરાવે છે. શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું અયોજન થાય છે.
શિવરાત્રીનાં રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્થા વાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્વી ઓ, દેવીજીઓ અને નાની બાલ્યાકવસ્થાલ વાળા મહાત્મા્ઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્વાજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે. સરઘસમાં દશનામી પંચ અખાડાની ગુરૂદત્તાસત્રેય પાલખી, અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી, અગ્ની અદાડાની ગાયત્રીજીની પાલખી, એ પછી જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે. મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી મૃગીકુંડમાં પહોંચે છે. ત્યાંાની વિધી ગોપનીય હોય છે. લોકમાન્ય,તા પ્રમાણે મૃગીકુંડમાં કાંઠે ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે. ત્યાતરબાદ અમર આત્માયઓ સ્નાછન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્વંાયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્યામરબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્નાેન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્યા થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્નાોન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. ને મેળાની પુર્ણાહુતી થાય છે.
રીપોર્ટ અશ્વિન પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.