નકલી નોટ છાપતો તેલંગાણાનો શખસ જેલહવાલે, તેની બહેનની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ, 15.84 લાખની 3443 નકલી નોટ કબ્જે કરાઇ - At This Time

નકલી નોટ છાપતો તેલંગાણાનો શખસ જેલહવાલે, તેની બહેનની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ, 15.84 લાખની 3443 નકલી નોટ કબ્જે કરાઇ


રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી એક માસ પૂર્વે એટલે કે ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ અને અમરેલીના પાંચ શખસની ધરપકડ કરી હતી. પુનાના સપ્લાયર અને મુખ્ય સુત્રધાર તેલંગાણાના શખસને પણ દબોચી લીધો હતો. 25 દિવસમાં 3443 નોટો કબ્જે કરી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેલંગાણાના શખસને જેલહવાલે કરાયો છે. આ કૌભાંડમાં તેની બહેનની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.