ધંધુકા શહેરમાં ઘરડા ઘર તરફના જાહેર રસ્તા પર ઉભરાતા ગટરના પાણીથી જનતા પરેશાન. - At This Time

ધંધુકા શહેરમાં ઘરડા ઘર તરફના જાહેર રસ્તા પર ઉભરાતા ગટરના પાણીથી જનતા પરેશાન.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં ઘરડા ઘર તરફના જાહેર રસ્તા પર ઉભરાતા ગટરના પાણીથી જનતા પરેશાન.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી છાશવારે ઉભરાતા હોય આ બાબતે સોસાયટીઓ ના રહીશો ની વારંવારની રજૂઆત છતાં તંત્ર લાપર વાહ બનતા જનતા પરેશાન થઈ રહી છે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં આવેલા ઘરડા ઘર તરફ જવાના રસ્તે વારંવાર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ રસ્તા પર ભરાઈ રહેતા ક્રિષ્ના રેસીડેન્સી, સંગાથ સોસાયટી શિવાલિક સોસાયટી. સ્વામિનારાયણ નગર .તથા અન્ય સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ મારતા પાણીમાં થઈ સ્કૂલના બાળકો મહિલાઓ તથા વાહનચાલકોને આખો દિવસ પસાર થવું પડે છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છાશવારે ગટરના પાણી રસ્તા પર ઉભરાય છે. નગરપાલિકા તંત્રને રજૂઆત પણ થાય છે. ઘરડા ઘર વિસ્તાર ની સોસાયટી માં રહેતા એક ઉચ્ચ અધિકારી પણ ગટરના ઉભરાતા પાણીમાંથી દરરોજ પસાર થાય છે છતાં તંત્ર મૌન છે અને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. આ ઉપરાંત શહેરના વલભાચાર્ય નગર વિસ્તારમાં પણ છેલ્લા ઘણા મહિનાઓથી પીવાના પાણીની લાઈનમાં ગટર લાઈનનું પાણી ભળીને આવતા પાણી પીવાલાયક રહેતું નથી.રોગચાળાના ભયે તમામ સોસાયટીના રહીશોએ પીવાનું પાણી બહારથી વેચાતું લેવું પડે છે. આ બાબતે નગરપાલિકા તંત્રને અસંખ્ય ૨જૂઆતો કરવા છતાં લાંબા સમયથી આ સમસ્યાનો કોઈ અંત આવતો નથી. વેરા વસુલાતમાં કડકાઈ કરવાની જાહેરાતો કરતા સત્તાધીશોને ગંદા પાણીથી ઉભરાતી ગટરો તથા પીવાના પાણીમાં આવતું ગંદા પાણીની સમસ્યાઓ દૂર કરવામાં કેમ ઉણા ઉતરે છે એ પ્રશ્ન છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.