લોનના હપ્તાની ચિંતામાં ગેરેજ સંચાલકનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટની નંદનવન પાર્ક શેરીમાં ગેરેજ સંચાલક દિવ્યેશ જોષી નામના યુવકે લોનના હપ્તા ભરવાની ચિંતામાં પોતાના ગરે પંખાના હુકમાં દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર સાધુ વાસવાણી રોડ પર નંદનવન પાર્ક શેરી નં.2, ગોલ્ડન સુપર માર્કેટ પાછળ રહેતા અને ગેરેજ ચલાવતા દિવ્યેશભાઈ રમેશભાઈ જોશી (ઉ.39) એ થોડા સમય પહેલા ધંધા માટે રૂા.28 લાખની લોન ઈન્ડિયા સેલ્ટર ફાયનાન્સ બેંકમાંથી લીધી હતી.
જે બાદ તેનો ગેરેજનો ધંદો ઠપ્પ થઈ ગયો હતો. અને લોનના હપ્તા કેવી રીતે ભરશે તેની ચીંતા સતાવતી હતી. ગત રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ તેની પત્ની મંદિરે દર્શન કરવા ગયા અને તેના બે પુત્રોને નીચે હોલમાં નાસ્તો આપીને પોતે ઉપરના રૂમમાં ચાલ્યા ગયા હતા. જે બાદ તેની પત્નીએ પુત્રને પુછતા જણાવ્યું હતું કે તે ન્હાવા માટે ઉપર ગયા છે.
મોડે સુધી દિવ્યેશભાઈ નીચે ન આવતા તેનો મોટો પુત્ર ભવ્ય રૂમમાં તપાસ કરવા જતા તે લટકેલી હાલતમાં જોવા મળતા પરીવારે આક્રંદ બચાવ્યો હતો. તાત્કાલીક સીવીલ હોસ્પીટલે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુની. પોલીસને જાણ કરતા એએસઆઈ એચ.પી. રવીયા દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને બીએમમા ખસેડયો હતો. વધુમાં મૃતક બે ભાઈ બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.