ધંધુકા ખાતે ૧૬મી ફેબ્રુઆરીએ નિઃશૂલ્ક આયુષ મેળો યોજાશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે ૧૬મી ફેબ્રુઆરીએ નિઃશૂલ્ક આયુષ મેળો યોજાશે.
નિયામક આયુષની કચેરી અને જિલ્લા આયુષ તંત્ર દ્વારા
ગુજરાત રાજ્ય આયુષ નિયામકની કચેરી અન્વયે છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ધાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્ય સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયુષ મેળાઓનું આયોજન કરેલ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા આયુષતંત્ર દ્વારા તા.૧૬/૨ ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૩ વાગ્યા સુધી સૌની સમાજ ની વાડી,સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ધંધુકા ખાતે આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વિવિધ આરોગ્ય લક્ષી આયુષ્યની પ્રવૃત્તિઓ જેવીકે
૧.આપણે બિમાર જ ન પડીએ અને નીરોગી દીર્ઘાયુષ્ય મેળવીએ તે હેતુ આયુષના મૂળભૂત સિદ્ધાંતો જે મકે દિનચર્યા,ઋતુચર્યા,રસોડા આંગણાની ઔષધિઓ,પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપતુ પ્રદર્શન, ૨.નિષ્ણાંત આયુષ્ય ચિકિત્સકો દ્રારા તમામ રોગોનું આયુષ્ય પધ્ધતીથી નિદાન તથા સારવાર
૩.આયુર્વેદની વિશિષ્તા એવી અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ (કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર), ૪.આયુર્વેદની વિશેષતા એવી જાલંધર બંધથી દંતોટ પાટન દંત ચિકિત્સા
૫.આયુર્વેદની વિશેષતા એવી ક્ષાર સૂત્ર દ્વારા હરસ મસા ભગંદરની સારવાર
૬.પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નકકી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન,
૭.વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન
૮.બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા – સુવર્ણ પ્રાશન (૦ થી ૧૨ વર્ષ ના બાળકોને)
૯.તંદુરસ્ત માતૃ બાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન
૧૦.સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન.થ ૧૧.રોજિંદા જીવન માં અપનાવી સકાય એવા સરળ આયુર્વેદ ઉપચારો નું પ્રદર્શન વિગેરે બાબતો અંગે સમજણ અને ઈલાજ કરવામાં આવે છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.