પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના જ પતિની બાતમી આપી - At This Time

પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના જ પતિની બાતમી આપી


પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના જ પતિની બાતમી આપી

સુમિત્રાબેન વા/ઓ વિપુલભાઇ સોલંકી રહે.ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તેઓએ પો.સ્ટે.ઓ. કિરણબેન મગનભાઇ મકવાણા મહીલા પો.હેડ કોન્સ.નાઓને જણાવેલ કે, મારા પતિ દારૂ પી ને ઘરે આવી મારી સાથે માથાકુટ કરે છે. તેમ જણાવતા પોલીસ સુમિત્રાબેનના ઘરે જઇ તેમના પતિની તપાસ કરવા ભાડલા સરકારી હોસ્પિટલ પાસે પહોચતા ત્યાંથી એક ઇસમ પોલીસને જોઇ વિરપર(ભા) ગામ તરફ જતા રોડે ભાગવા લાગેલ જેથી ખાનગી મોટર સાયકલ ઉભુ રાખી ઇસમનો પીછો કરતા થોડે દુર જતા ઇસમ રોડ ઉપરથી પકડાઇ જતા તેને ચેક કરતા પોતે કેફી પીણું પીધેલ હાલતમાં જણાઇ આવતા ઇસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ વિપુલભાઇ ઉર્ફે વિપલો ગગજીભાઇ સોલંકી,દેવીપુજક ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.ભાડલા, દેવીપુજક વાસ તા.જસદણ જિ.રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. જેથી ઈસમે પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબનો ગુન્હો કરતા ભાડલા પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.