પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા માળીયા હાટીના ખાતે મહાશિવરાત્રી પાવન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા માળીયા હાટીના ખાતે મહાશિવરાત્રી પાવન પર્વ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે ભગવાન શિવજી ધ્વજા રોહણ, ગીતા પ્રવચન, મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયો

માળીયા હાટીના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 89 માંગરોળ માળીયા હાટીનાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા નું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું

માળીયા હાટીના ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહા શિવરાત્રી મહોત્સવ શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત પ્રોજેક્ટનું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી લોનચિંગ કરી કેશોદ કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી સેન્ટરના રૂપાબેન દ્વારા શિવ પરમાત્માના દિવ્ય અવરણતરણ તથા દિવ્ય કર્તવ્ય પર પ્રકાશ પાડ્યો તેમજ બ્રહ્માકુમારી અલ્પાબેન દ્વારા શિવ અવતરણ થઈ ચૂક્યું છે ભગવાન શિવ 5000 વર્ષ પૂર્વે આપેલું ગીતા જ્ઞાન આપી રહ્યા છે તે પ્રવચન સાંભળી શ્રી કૃષ્ણ પુરી સતયુગ સ્વર્ગ માં જવા માટે આપડે પોતે લાયક બનીએ ભગવાન લાયક બનાવવા માટે આ ભારત ભુમી પાર 87 વર્ષથી ગીતાના વાયદા પ્રમાણે આવી ગયા છે તે જાણવા અને સમજવા માટે પોતાની સરળ શૈલીમાં ગીતાજ્ઞાન સહિત આવનારી સ્વર્ણિમ દુનિયાના આગમનની ખુશ ખબરી ઉપસ્થીત મોટી સંખ્યામાં લોકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કાગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ ભાલોડિયા, ડો. આભા બેન સહિત હિન્દુ ,મુસ્લીમ તેમજ મોમીન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થીત ભાઈઓ બહેનોને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માળીયા હાટીના બ્રહ્માકુમારી સેન્ટરના મિતાબેન, અલ્પાબેન, ગીતાબેન, જલ્પાબેન, દક્ષાબેન સહિતના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈઓ તથા બહેનો દ્વારા ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.