ધંધુકા શહેર સહિત પંથકમાં વીજ ચેકીંગ ટીમના દરોડામાં ૧૩.૭૮ લાખની વીજચોરી ઝડપાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર સહિત પંથકમાં વીજ ચેકીંગ ટીમના દરોડામાં ૧૩.૭૮ લાખની વીજચોરી ઝડપાઈ.
૮૦૦ કનેકશન ની ચકાસણી કરતા ૫૫ કનેકશનો માં ગેરરીતિ જણાઈ આવતા કાર્યવાહી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહનો દુર ઉપયોગ કરતા હોવાની ફરિયાદો થવા પામી હતી. આ બાબતે ઉત્તર ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ની 6 ટીમે બંધૂકા વિસ્તારમાં સન ચેકિંગ હાથ ધરતા ૮૦૦ જેટલા જો ચેક હતા અને તે કડક હાથે કામગીરી કરીને ૧૪ લાખનો દંડ ફટકારી વિજ ચોરી ઝડપી લીધી હતી.
ધંધુકા જાહેરમાં તથા તાલુકાના અડવાળ જાળિયા બાજરડા સરવાળ પડાણા અને જસ્કા સહિતના ગામોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૮૦થી વધુ તપાસણી હાથ ધરાઈ હતી. વીજ પ્રવાહને લંગર જોડીને બીન અધિકૃત મીટર સાથે ચેડા કરી વિજ વપરાશ કરતા ૫૫ વીજ કનેક્શન ઝડપી લીધા હતા ગેરરીતિ કરીને ગેરકાયદે જોડાણો હતા અને તંત્ર કામગીરી કરીને ૧૪.૭૮ લાખનો દંડ ફટકાર્યો હતો.આ કામગીરી મા યુજીવીસીએલ તંત્રના અધિકારીઓ, એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.