લીંબડીમાં જાહેરમાં જુગાર રમતા તબીબ વેપારી સહિત પાંચ ઈસમો ઝડપાયા.
તા.11/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
2 મોબાઈલ ફોન, રોકડ રૂ.27, 100 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
લીંબડી શહેરના ડોક્ટર, બિલ્ડર સહિત વેપારીઓને પોલીસે તીનપતીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પકડાયેલા શખ્સો પાસેથી મોબાઈલ, રોકડ રકમ મળી 27 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાનગીરાહે બાતમી મળી હતી કે અંકેવાળિયા અને ઉમેદપર ગામના રોડ પર અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે પોલીસ ટીમ દ્વારા બાતમીવાળા સ્થળે દરોડો પાડવામાં આવ્યો ત્યારે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા શખ્સો નજરે પડ્યા હતા પોલીસને આવતી જોઈ જુગારીયા ભાગવા લાગ્યા હતા પોલીસ ટીમે પાછળ દોડી જુગારીયાઓનો ઝડપી પડ્યા હતા એ. ડી. જાની રોડ પર આવેલ મીત હોસ્પિટલ ચલાવતા ગાયનેક ડો. દિનેશ ગોવિંદભાઈ પટેલ, લીંબડી જીઆઇડીસીમાં કારખાનું ચલાવતા મહેશ ભાઈલાલભાઈ છત્રોલા, નંદીગ્રામ સોસાયટીમાં રહી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા યતીન કિર્તીકુમાર દુલેરા, છાલિયાપરા વિસ્તારમાં રહેતા શહેરમાં વેપારી તરીકે છાપ ધરાવતા રવિ હિંમતભાઈ કનેજિયા અને રામકૃષ્ણ મિશન સોસાયટીમાં રહી વેપાર કરતાં નિલેશ બાલકૃષ્ણભાઈ કાવેઠિયાને ઝડપી પાડ્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખ્સો પાસેથી 2 મોબાઈલ ફોન, રોકડા રકમ મળીને 27, 100 રૂ. નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.