આવાસ બ્રીજ સહિતની શાખામાંથી ડઝન ઇજનેરોની બદલી : બે નવી નિમણુંક કરાઇ
રાજકોટ મહાપાલિકાની ટેકનીકલ ફેડરમાં બે ના.કાર્યપાલક ઇજનેર સહિત ડઝન એન્જીનીયરોની બદલીના હુકમ કમિશ્નરે કર્યા છે. આવાસ યોજના વિભાગમાં ના.કાર્યપાલક ઇજનેર (સીવીલ) તરીકે ફરજ બજાવતા પી.ટી.પટેલને વોટર વર્કસ પ્રોજેકટ શાખામાં મૂકવામાં આવ્યા છે. તો બાંધકામ બ્રીજ સેલમાં ફરજ બજાવતા ના.કાર્યપાલક ઇજનેર એ.એ.રાવલને રેસકોર્ષ સંકુલ અને એડી.સીટી ઇજનેર સેન્ટ્રલ ઝોનમાં બદલવામાં આવ્યા છે. આ સિવાય બાંધકામ, વોટર વર્કસ, ટાઉન પ્લાનીંગ, પાર્કિગ જેવી શાખામાંથી વોર્ડ વાઇઝ અરસપરસ બદલી કરવામાં આવી છે તેમાં કે.એન.રાઠવા, એ.આર.રૂપાપરા, પી.બી.બાવડેચા, એ.આર.રાઠવા, ડી.બી.વાળા, એમ.એમ.લાંબરીયા, એ.પી.પટેલ, કે.જે.સરધારા, આર.યુ.પટેલ, વી.આર.ટોલીયાનો સમાવેશ થાય છે. આસી. એન્જીનીયર સીવીલની ભરતી માટે કરાયેલી પ્રક્રિયામાં અનુ.જનજાતિ કેડરમાં વી.એમ.નાઇક અને મહિલા અનામતમાં સુનિતાબેન વસાવાની અનુક્રમે બાંધકામ અને ટીપી શાખામાં નિમણુંક કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.