સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં તસ્કરોનો તરખાટ ત્રણ સ્થળોએ ચોરી કરી
તા.10/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલામાં તસ્કરોનો તરખાટ એક મકાન અને બે દુકાનના તાળા તોડી અને તસ્કરોએ કરી તસ્કરી ફરી ચોરીને આપ્યો અંજામ સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ દીન પ્રતિદિન ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે અને પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થયા છે ત્યારે ચોટીલામાં તસ્કરે તસ્કરી કરતા હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ત્રણ જગ્યાએ ચોરી થઈ હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે સામે આવેલી વિગતો અનુસાર ચોટીલા ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં મસ્જિદ સામે આવેલી સિમેન્ટની દુકાનમાં તસ્કરી કરવામાં આવી છે ત્યારે બસ સ્ટેન્ડ પાસે હાર્ડવેરની દુકાનમાં અને એક મકાનમાં ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે અને હાર્ડવેર ની દુકાન ની અંદર ખાનું ખોલી અને નાની મોટી રકમ કાઢતો હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે અને સીસીટીવી ફૂટેજમાં તસ્કર જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય જગ્યાએ ચોરી કરવા માટે આવ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિ રોડ રસ્તા ઉપરથી પસાર થતાં ઇકો કારની પાછળ સંતાઈ ગયો હતો અને વ્યક્તિ જતો રહેતા બહાર આવી અને ચોરીને અંજામ આપતો જોવા મળી રહ્યો છે ત્યારે ચોટીલામાં હાલમાં એક મકાન અને બે દુકાન સહિત ત્રણ જગ્યાએ ચોરીના બનાવ સામે આવ્યા છે ત્યારે પોલીસ તંત્ર સામેની અનેક પ્રકારની કામગીરી પણ પ્રશ્નાર્થ ચીન સરજી રહી છે ત્યારે હાલમાં પોલીસ તંત્રને જાણકારી આપી છે તેવું પણ જાણવા મળે છે અને હાલમાં તપાસની કામગીરી હોવાનું પણ જાણવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.