સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એક માસમાં 17 હથિયાર લાઈસન્સ રદ્દ
તા.10/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં હથીયારોના પરવાના ધરાવતા અને ગેરકાયદેસર કામોમાં ઉપયોગમાં લેવાતા હથીયાર પરવાના રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા 17 લોકોના લાયસન્સ રદ કરી નાંખવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને સ્વરક્ષણ, ખેતીના કામ માટે સહિતના કાર્યોમાં ઉપયોગ અને સ્વરક્ષણ માટે હથીયાર પરવાના આપવામાં આવે છે પરંતુ આવા હથીયારો ગુનામાં વપરાવાના બનાવો પણ સામે આવતા આવા પરવાના રદ કરી જિલ્લામાં પરવાના વાળા હથીયારોનો ગેરકાયદેસર ઉપયોગ ડામવા પોલીસે અભિયાન હાથ ધર્યુ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દુધાતના માર્ગદર્શનમા પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાહીત પ્રવૃતિઓમાં વપરાયેલ અને હથીયારધારા અંગે અને આઇ પી સી કલમ મુજબ ગુના નોંધાયેલા પરવાના વાળા હથીયારો ધ્યાને લેવાયા હતા જેમાં 17 હથીયારો જિલ્લા ભરમાંથી સામે આવ્યા હતા આથી પોલીસ વડા દ્વારા જિલ્લા કલેક્ટરને આવા હથીયારના પરવાના રદ કરવા માટે અભિપ્રાય આપવામાં આવ્યા હતા જેમાં પરવાને દારને નોટીસ પાઢવી બોલાવી તેમની સુનવાણી બાદ 17 પરવાને દારોના હથીયારોના પરવાના રદ કરાતા હથીયાર ધારકોમાં દોડધામ મચી જવા પામી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા પકડવામાં આવેલા હથીયારો અંગે તપાસ કરાવવામાં આવે છે તપાસ દરમિયાન પોલીસને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ જણાય તો કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરાય છે બાદમાં નોટીસ પાઠવી પરવાને દારને બોલાવી પરવાનો કેમ રદ ન કરવો અંગે જવાબ મંગાય છે જવાબ વાજબી ન લાગે તો કલેક્ટર દ્વારા પરવાના રદ કરાય છે ચોટીલા તાલુકામાં રદ થયેલા હથીયારો પૈકી એક હથીયાર વ્યક્તીના મૃત્યુ પામાવાના કારણે, ચોટીલાના એક વ્યક્તીએ હથીયાર સ્વેચ્છાએ પરવાનો રદ કરાવ્યો હતો એક ચોટીલાની વ્યક્તિએ સમય મર્યાદામાં પરવાનો રીન્યુ ન કરાવતા હથીયાર પરવાનો રદ કરી નંખાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.