દિવ્યાંગોની પડખે અડીખમ સરકાર
દિવ્યાંગોની પડખે અડીખમ સરકાર
સરકાર મારા જેવા દિવ્યાંગોની કાળજી રાખી રહી છે, આ પ્રમાણપત્ર થકી મારી અનેક સમસ્યાઓ દૂર થઈ: દિવ્યાંગ લાભાર્થી ધીરૂભાઈ
ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામના વતની ધીરૂભાઈ ધરજીયાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિવ્યાંગતા પ્રમાણ પત્ર એનાયત કરાયું હતું
એવું કહેવાય છે કે જેને ઈશ્વરે શારીરિક ખોટ આપી હોય તેને કંઈક વિશેષતાઓ પણ આપી જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શારીરિક-માનસિક વિકલાંગતા માટે દિવ્યાંગ શબ્દ આપીને દિવ્યાંગોને ગૌરવ બક્ષ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં રાજ્યના તમામ નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે માટેની સર્વાંગી કલ્યાણની પરિભાષા અંકિત કરી છે. એક પછી એક અનેકવિધ યોજનાઓના સફળ અમલીકરણ થકી દિવ્યાંગોને વિકાસની મુખ્યધારામાં લાવવામાં ગુજરાત રાજ્યએ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે.
આજે વાત કરવી છે, જીવનની સંધ્યાએ પહોંચેલા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામના વતની ધીરૂભાઈ ધરજીયાની, પ્રજ્ઞાચક્ષુ ધીરૂભાઈની ઉંમર લગભગ 65 વર્ષ છે. બોટાદમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જેમાં ધીરૂભાઈ ધરજીયાને પણ દિવ્યાંગતા પ્રમાણ પત્ર એનાયત કરાયું હતું.
ધીરૂભાઈએ આ અવસરને યાદગાર ગણાવતા જણાવ્યું હતું કે, “સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું, સરકારશ્રી પરિવારના સભ્યની માફક મારા જેવા દિવ્યાંગોની કાળજી રાખી રહી છે. આ પ્રમાણપત્ર મળતા મારી અનેક સમસ્યાઓ દૂર થઈ છે.”
રાજ્ય સરકારશ્રી દ્વારા દિવ્યાંગજનો સરળતાથી પોતાનું જીવન પસાર કરી શકે તે માટે વિવિધ યોજનાઓ થકી તેઓની દરકાર રાખવામાં આવી રહી છે, જેની પ્રતીતિ વિવિધ યોજનાઓના સુચારૂં અમલીકરણથી થાય છે
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.