ગાડી લેવા રૂ.1.60 લાખ વ્યાજે લીધા,વધુ નાણાંની ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ - At This Time

ગાડી લેવા રૂ.1.60 લાખ વ્યાજે લીધા,વધુ નાણાંની ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ


મહિકાના પાટીએ આવેલી રાધિકા રેસિડેન્સીમાં રહેતા હિતેષભાઇ ચંદ્રકાંતભાઇ ખત્રી(ઉ.વ.49)એ ફરિયાદમાં જયદિપભાઇ મનસુખભાઇ ટાંક વિરુદ્ધ ધમકી અને મનીલેન્ડ એકટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હિતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગાડીનુ ડ્રાઇવીંગ કરું છું.ચારેક વર્ષ પહેલા હું ડ્રાઇવીંગ કરતો ત્યારે જયદિપભાઇએ મારી ગાડી ભાડે બાંધેલ હતી
અને ત્યારથી હું તેઓને ઓળખુ છુ અને આ જયદિપભાઇ 80 ફુટ ચોકડી અમુલ સર્કલ પાસે વ્યાજ વટાવનો ધંધો કરે છે.ગઇ દિવાળી બાદ હું મારી ઘરની ગાડી લેવા માંગતો હોય જેના ડાઉન પેમેન્ટમાં મારે રૂપિયાની જરૂરીયાત ઉભી થઈ હતી.જેથી મેં જયદીપભાઇ પાસેથી ઓછા વ્યાજે રૂપિયા લેવાનુ વિચારી ત્રણેક મહિના પહેલા સાંજના તેમને મળેલ હતો અને એક લાખ માંગતા તેમણે સૌ પ્રથમ રૂ.60,000 બાદમાં રૂ.40,000 આપેલ હતા.
એકાદ મહિના પછી મારે રૂ.60,000 ની જરૂરીયાત ઉભી થતા તેમણે કહ્યું તારે મને દર મહિને 5% વ્યાજ ચુકવવાનું કહી રૂ.60,000 લીધેલ હતા.મારે હવે તેઓને માત્ર એક લાખ ચુકવવાના બાકી છે.તેમ છતા આ જયદિપભાઇ મારી પાસેથી દર મહિને રૂ.8,000 આપવાની વાત કરતા મે તેઓને કહેલ કે, મે તમને રૂ. 60,000 તો ચુકવી આપેલ છે.હવે મારે તમને માત્ર એક લાખ નું જ વ્યાજ રૂ.5000 દેવાનુ થાય તો તેઓ ગાળો બોલી ધમકી આપી હતી તેમજ કહેવા લાગેલ કે, તારે વ્યાજ તો દેવું જ પડશે.તેમ કહેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.