ઉનાળાની શરૂઆત: રાજકોટ સહિત એકડઝન સ્થળોએ 35 થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું - At This Time

ઉનાળાની શરૂઆત: રાજકોટ સહિત એકડઝન સ્થળોએ 35 થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું


છેલ્લા થોડા દિવસોથી સવારે ઠંડી સ્ત્રાવ નહિવત થઈ ગઈ છે. અને બપોરે રાજકોટ સહિત રાજયમાં અનેક સ્થળોએ હતો ઉનાળાનાં આગમન જેવી ગરમી અનુભવાઈ રહી છે. અને તા.15 બાદ રાજયમાં ક્રમશ: ગરમીમાં વધારો થવાનાં નિર્દોશ હવામાન કચેરીએ આવેલ છે. ત્યારે, ગઈકાલે બપોરે રાજકોટ સહિત રાજયમાં એકડઝન સ્થળોએ 35 થી 36 ડિગ્રી આસ-પાસ આકરૂ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જેમાં ગઈકાલે બપોરે અમદાવાદમાં મહત્તમ 34.9, અમરેલીમાં 34.8, વડોદરામાં 35.4, ભુજમાં 34.7, ડાંગમાં 35.5, જૂનાગઢમાં 35.3, નર્મદામાં 35.4, રાજકોટ શહેરમાં 34.7,સેલવાસમાં 36.2, સુરતમાં 36.2, અને વલસાડમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.જો કે દરિયા કાંઠાના વિસ્તારોમાં 30 થી 33 ડિગ્રી, વચ્ચે સામાન્ય ગરમી અનુભવાઈ હતી. દરમ્યાન આજે સવારે પણ રાજકોટ સહિત ઠેર-ઠેર સામાન્ય ઠંડક અનુભવાઈ હતી. અને 12 થી 20 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.