રોજકોટમાં જ્યોતિ CNCના ડિરેક્ટરની ખોટી સહી કરી કરોડોની છેતરપિંડીનો પ્રયાસ, માસ્ટર માઇન્ડની ધરપકડ
રાજકોટ લોધીકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી જ્યોતિ CNC ઓટોમેશન લીમીટેડ નામની કંપનીનાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા કેશ ક્રેડિટ એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલાવવા માટે ડિરેક્ટરની ખોટી સહી કરી એક શખ્સે બેંકમાં અરજી કરી હતી. આ અંગેની જાણ કંપનીના ડિરેક્ટર વિક્રમસિંહ રઘુવીરસિંહ રાણાને થતા તેમણે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ બે આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે પોલીસે પ્રથમ સમીર ચાનીયાની ધરપકડ કરી હતી જેની પુછપરછમાં માસ્ટર માઈન્ડ અરુણકુમાર હોવાનું સામે આવતા આજ રોજ પોલીસે આરોપી અરુણકુમારને પકડી પાડી તેની પાસેથી અલગ અલગ સ્ટેમ્પ તેમજ કાગળો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પક્ડયાએ આરોપીએ જ્યોતિ CNC ઉપરાંત ગાંધીધામ અને વડોદરાની કંપની સાથે છેતરપિંડી કરવા કોશિશ કરી હતી પણ તેમાં પણ તેને સફળતા મળી ન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.