પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું - At This Time

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું


પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું

દામનગર પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા મંદિર ખાતે લાઠી તાલુકા નું આશા સંમેલન યોજાયું.
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકરીશ્રી ડો.જોશી ની સૂચના થી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ની અધ્યક્ષતા માં ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે લાઠી તાલુકા ના આશા સંમેલન નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં મંદિર ના ટ્રસ્ટી અને સામાજિક આગેવાનો એ દીપ પ્રાગટ્ય કર્યા બાદ ડો. મકવાણા દ્વારા સમાજ ના છેવાડા ના માનવી સુધી આરોગ્ય ની તમામ સેવાઓ મળી રહે તે માટે આશા બહેનો દ્વારા કરાયેલ કામગીરી ને બિરદાવી હતી. તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા અને ફેસિલીટેટર બહેનો ને સન્માનિત કર્યા હતા. અમરેલી આરોગ્ય વિભાગ ના આર સી એચ ઓ ડો. અલ્પેશ સાલ્વી એ આ કાર્યક્રમ માં વિશેષ હાજરી આપી તમામ ને કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાલમુકુન્દ જાવિયાં, નયના પરમાર, જયેશ રાજ્યગુરુ અને યાસ્મીન ખોખર દ્વારા આશા બહેનો ને એક્ટિવ કેસ સર્વેલેન્સ, માતા અને બાળ આરોગ્ય ને લગતા તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો માં આશા ની ભૂમિકા અને તેમને મળતા લાભો વિશે વક્તવ્ય આપેલ હતું. આ સંમેલન માં તમામ આશા બહેનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.