ગઢડા ભકતરાજ દાદા ખાચર કોલેજમાં મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ. - At This Time

ગઢડા ભકતરાજ દાદા ખાચર કોલેજમાં મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ.


ગઢડા ભકતરાજ દાદા ખાચર કોલેજમાં મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ.જેમા તા.8/2/23 ના રોજ ભકતરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વા. મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ. કોલેજના આચાર્ય શ્રી ડો.એચ.વી.સેંજલીયા સાહેબના માગૅદશૅન તથા સપ્તધારાના સંયોજક કો.ઓર્ડીનેટર શ્રી ડો.મહેશ્વરીમેડમ રવિયા, CWDC ના સંયોજક કો.ઓર્ડિનેટર શ્રી ડો.કોમલમેડમ શહેદાદપુરી ના સહ પ્રયોજન રૂપે આયોજન કરેલ.આ કાર્યક્રમનું સુચારૂં સંચાલન શ્રી ભુમિબેન દ્રારા કરવામાં આવેલ.
જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ બોટાદ દહેજ પ્રતિબંધક અધિકાર શ્રી હેતલબેન દવે ,સખી વન સ્ટોપ સેન્ટર બોટાદના સી.એ.મેઘનાબેન મહેતા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ની કામગીરી અંગે માહીતી આપેલ તેમજ બહેનોને સંકટ સખી એપ ડાઉનલોડ કરાવેલ.ગઢડા પોલીસ સ્ટેશન માંથી કાજલબેન,ગઢડા નારી અદાલતના તાલુકા કોઓર્ડીનેટર વગેરે હાજર રહ્યા હતા. જેમાં ધરેલુંહિંસા અધિનિયમ 2005, બહેનોને મુંઝવતા પ્રશ્નો,181 અભ્યમ હેલ્પ લાઈન ,ગુજરાત રાજ્ય મહિલા આયોગ સંચાલિત નારી અદાલત ની કામગીરી વિશે માહીતી આપી સમજાવેલ તેમજ સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ દિકરી વ્હાલી યોજના,વિધવાઓને પુન:વિવાહ,ગંગા સ્વરૂપ સહાય વગેરે યોજના વિશે માહિતી આપવામાં આવેલ.ખાસ કરીને બહેનોને જાતીય સતામણી, છેડતી ,મહિલા પર થતા અત્યાચાર વિશે માહિતગાર કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધેલ અને બહેનોને માહિતગાર કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ સંયોજક શ્રી ડો. મહેશ્વરીમેડમ રવિયા દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.