રિક્ષાચાલકે વ્યાજખોરને રૂા.50 હજાર સહિત ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા રવિભાઇ રમેશભાઇ જીંજરીયા(કોળી)(ઉ.વ.29)એ વ્યાજખોર કાસમભાઇ ખમીશાભાઇ જુણાચ સામે મનીલેન્ડ એકટ હેઠળ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રિક્ષા ડ્રાઇવીંગ કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ.ત્રણેક વર્ષ પહેલા મે રોજગાર માટે સી.એન.જી. રિક્ષા ખરીદ કરેલ હતી અને આ રિક્ષા ઉપર મેં બજાજ ફાઇનાન્સમાં લોન લીધી હતી અને તેનો દર મહિને હપ્તો હું ભરતો હતો અને આ વખતે કોરોના ચાલુ હતો જેથી હું રિક્ષાના હપ્તા ભરી શકેલ ન હતો અને હપ્તા ચડી ગયા હતા.જેથી મારે મારી રિક્ષાના ચડેલ હપ્તા ભરવા માટે રૂપિયાની જરૂર પડતા દોઢેક વર્ષ પહેલા પોપટ પરા મેઇન રોડ ઉપર, અજમ હોટલની સામે તમ્મના એસ્ટેટ નામની ઓફીસ પાસે વ્યાજની ડેઇલી ડાયરી થી પૈસા આપે છે.
જેથી હું ત્યાં કાસમભાઇ ખમીશાભાઇ જુણાચ નામના વ્યકિત ને મળ્યો અને રૂ.10,000 ની જરૂરીયાત છે અને ડેઇલી ડાયરી થી હું રૂપિયા લેવા માંગુ છુ તો તેઓએ કહ્યું કે,તને હું 3% લેખે રૂપિયા આપીશ અને અત્યારે તને રૂ.9,000 મળશે અને રૂ.1000 વ્યાજના કાપી લઇશુ અને તારે મને દરરોજ રૂ.100 નો હપ્તો દેવાનો રહેશે અને તારે કુલ 100 દિવસ સુધી હપ્તો ભરવાનો રહેશે તેમ વાત કરેલ હતી.બાદમાં તેને રૂ.10,000/- સો દિવસમાં ચુકવી દીધા હતા.ત્યારબાદ ફરીથી દવાખાના કામથી રૂ.50,000 જરૂરીયાત ઉભી થતા કાસમભાઇ પાસેથી ડેઇલી ડાયરીથી નાણાં લઈ દરરોજ રૂ,500 નો હપ્તો દેવાનો રહેશે અને તારે કુલ 100 દિવસ સુધી હપ્તો ભરવાનો રહેશે તેમ વાત કરેલ હતી.હું રેગ્યુલર તેને રૂ.500 નો હપ્તો ચુકવતો હતો અને આજથી આશરે પાંચેક દિવસ પહેલા રૂપિયા ની સગવડ થતા મેં આ કાસમભાઇ પાસેથી લીધેલ રૂપિયા પૈકી તેઓને દેવાના બાકીના રૂ.37,500 એક સાથે ચુકવી દીધા હતા.
ત્યારબાદ આ કાસમભાઇ એ મને રૂબરૂ બોલાવી કહેલ કે,મને રૂ.10,000 દેવા પડશે જેથી મે તેને કહેલ કે,મે લીધેલ તમામ રૂપિયા મે તમને ચુકવી આપેલ છે.તો મારે હવે કયા રૂપિયાનું વ્યાજ ચુકવવાનુ છે તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલ ગાળો બોલવા લાગેલ જેથી તે વખતે હું ત્યાથી નીકળી ગયો હતો.તેઓ છેલ્લા પાંચ દિવસથી રૂબરૂ બોલાવી વ્યાજના રૂપિયાની માંગણી કરી મને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.