રાજકોટ:ગીરવે મુકેલી કાર બે શખ્સોએ બારોબાર વેંચી દીધી:ત્રણ સામે ફરિયાદ - At This Time

રાજકોટ:ગીરવે મુકેલી કાર બે શખ્સોએ બારોબાર વેંચી દીધી:ત્રણ સામે ફરિયાદ


મવડી રોડ ઓમનગર સર્કલ પાસે પટેલનગરમાં રહેતા સાગરભાઇ બીજલભાઇ નાટડા(આહીર)(ઉ.વ.24)એ પોતાની ફરિયાદમાં સુમિત હજારી(રહે.હનુમાનમઢી,શિવપરા શેરી.02), સાજીદ બાબુભાઈ શેતા(રહે.બજરંગવાડી) અને સમીર રહીમભાઈ જામ નું નામ આપતા કલમ 406,420 અને 114 હેઠળ ગુન્હો નોંધવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.જે.ચારણ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી. સાગરભાઈએ જણાવ્યું હતું કે,હું સીકયુરીટી એજન્સી ચલાવુ છુ.મારી પાસે મારી માલીકી ની એક સ્વીફટ કાર જીજે.03.એલઆર.7016 ની છે જે મારા નામે છે.
મારા મોટાભાઈનું નામ કુલદીપભાઈ છે.ગઇ તા.18/11/2022 ના રોજ મારા ભાઇ કુલદિપભાઇ ને પૈસાની જરુરીયાત હોય જેથી કુલદિપભાઇ સ્વીફટ કાર તેના મીત્ર અમરભાઇ ચંદુભાઇ થરેશા(રે.ગીરનારી શેરી,બેડીપરા, ભાવનગર રોડ વાળા)ને કોઇ જગ્યા એ ગીરવે મુકી રૂ.1 લાખ રૂપીયા ની સગવડ કરી આપ તેમ જણાવ્યું હતું.જેથી અમરભાઇ એ મારા ભાઇ ને જણાવેલ કે હુ મારા જાણીતા પાસે તમારી ગાડી મુકાવી પૈસા નુ કરી આપીશ. બાદ આ અમરભાઇ તેજ દિવસે સાજના ગાડી લઇ ગયા બાદ રાત્રીના નવેક વાગ્યે આ અમરભાઇ મારા મોટા ભાઇ કુલદિપ ને આનંદ બંગલા ચોકમાં આવી ને રૂ।.1 લાખ આપી ગયા હતા અને કહેલ કે દશ દિવસમાં રૂ।.1,10,000 પરત આપી ગાડી પરત લઇ લેવાની રહશે અને મારા ભાઇએ અમરભાઇ ને અમારી ગાડી કોની પાસે રાખેલ છે તે બાબતે ગાડી મે રેષકોર્સ ખાતે મારા ઓળખીતા સુમીત હજારી ને આપેલ હતી.
બાદ મને રૂપીયા આપી ગયેલ અને તે સુમીતે કોઇ સાજીદ સાથે વહીવટ કર્યો હતો. બાદ દશ દિવસ બાદ મારા ભાઇ નુ કામ પતી જતા અમારી પાસે પૈસા ની સગવડ થઇ જતા મારા ભાઇએ અમર ને ફોન કરી પૈસા આપી ગાડી લેવા જવાનુ છે તેમ કહેતા અમરે સુમીત ને ફોન કરતા સુમીત નો ફોન બંધ આવતો હોય જેથી કોઇ પણ રીતે સાજીદ સેતા નો કોન્ટેક કરતા આ સાજીદ શેતા ગાડી બાબતે ગલ્લા તલ્લા કરવા લાગ્યો અને ગાડી વેચી દીધેલ છે તેવા જવાબો દેવા લાગ્યો હતો.બાદ થોડા દીવસ બાદ મારા ભાઇ ના મીત્ર અમર ને કોઇ સમીરભાઇ જામનો ફોન આવેલ અને તે સમીરભાઇ એ કહેલ કે મે સ્વીફટ કાર મેં સુમીત તથા સાજીદ સેતા પાસે થી ગાડી ખરીદી છે.
મને આ ગાડી ની અસલ આર.સી.બુક અને માલીક પાસે થી વેચાણ લખાણ કરાવી આપો જેથી અમરે આ સમીર ને કહેલ કે હુ તને ઓળખતો નથી મે આ ગાડી સુમીત મારફતે સાજીદ ને ગીરવે આપી હતી. બાદ ગઇ તા.30/12/2022 ના રોજ અમોને સમીરભાઈના મોબાઈલ પરથી ફોન આવ્યો અને અમો ને કહેલ કે તમારી સ્વીફટ કાર મારી પાસે છે અને મને ત્રણ લાખ રૂપીયા આપી જાવ અને તમારી ગાડી લઇ જાવ તેવી વાત કરી હતી.જેથી સુમીત,સાજીદ શેતા અને સમીરભાઇ હમીરભાઇ એમ ત્રણયે ગાડી અમોએ ગીરવે મૂકી હોય છતાં પણ જાણ બહાર વેંચી છેતરપીંડી વિશ્વાસધાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ આ ત્રણેય શખ્સોને સકંજામાં લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.