સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કુલ ૪ વ્યક્તિઓ ને માળીયા હાટીના કોર્ટમાં ફટકારી ૬ માસની સજા
માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના વતની ફરિયાદી મિત રોહનભાઈ વૈદ્ય તા 7/11/2010 ના રોજ નૂતન વર્ષ હોય સાંજે 5.30 કલાકે ફરિયાદી તેમની પોતાની હુડાઈ કાર લઈ તેની સાથે જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમના નાના ભાઈ હરીશ નારણભાઇ ચુડાસમા વિગેરે સાથે હોલિડેકમ્પ ખાતે ફરવા ગયેલ ત્યાર બાદ પરત ફરતા હોલિડેકમ્પના ગેટ પાસે ફરિયાદી ની ગાડી આગળ આ કામના આરોપી વિમલ કાનાભાઈ ચુડાસમાની કાર પડેલ હતી વિમલ ચુડાસમા પોતાની કાર આગળ ઉભો હતો ફરિયાદી મિત ને ટ્રાફિક છે દેખાતું નથી તેમ કહેતા ફરિયાદી મિતે પોતાની ગાડી સાઈડમાં ઉભી રાખેલ
ત્યારે આરોપી નીતિન પરમાર ફરિયાદીની ગાડી પાસે આવેલ કાચ પર હાથથી ટકોરા મારી ફરિયાદી કાચ ખોલતા મિત ને અપશબ્દ કહેવા લાગેલ મિત સાથે આરોપી વિમલ ચુડાસમને આ વધારે વાયદો થાય છે તેને તોડી નાખું તેમ કહેતા આરોપી વિમલ ચુડાસમા એ તેને ઉપાડી લો તેમ કહેતા આરોપી નિતિને મિત ને મોઢા પર ઝાપટ મારતા મિતની સાથે જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાના નાના ભાઈ હરીશ બચાવવા પડતા વિમલ ચુડાસમા એ હરીશને પણ મારમારેલ હતો તે વખતે આરોપી રામજી કારા વાઢેર તથા આરોપી મોહન કાના વાઢેરે ફરિયાદી મિત ને બહાર કાઢેલ પકડી લીધેલ હોય અને હરીશ ચુડાસમા ને પણ પકડી લીધેલ હોય
આરોપી વિમલ ચુડાસમા ની ગાડી માંથી આરોપીએ ચાર તલવાર કાઢેલ હતી અને ફરિયાદી મિત હરીશના ગળા પર તલવાર અડાડી જો વધારે વાયદીના થશો તો જીવતા મારી નાંખશું તેવું બોલેલ અને મુક્કા મારવા લાગ્યા હતા
આ વખતે વિમલ ચુડાસમાએ રિવોલ્વર કાઢી ફરિયાદી મિતના લમણા ઉપર રાખી તું ભાગીશ તો તારો દુચો કાઢી કાઢી નાખીશ તેમ કહી ફરિયાદી મિતની ગાડીની ચાવી કાઢી નાખેલ હતી મિતના નાક પર મૂકો મારી તમામ આરોપીએ મિતની ગાડીના બોનેટ ઉપર તલવારો ના ધા મારી કાચ તોડી નાખેલ અને ફરિયાદી ની ગાડી માં પચાસ હજારનું નુકશાન કરેલ હતું
જેશ માળીયા હાટીનાની કોર્ટમાં ચાલી જતા શરૂઆતમાં પી.પી.વકીલ તરીકે એમ.એચ. સિંધી ત્યારબાદ સ્પેશ્યલ પી.પી. વકીલ ડી.સી.ઠાકર કેસ આગળ ચલાવેલ હતો તા.7/2/23ના રિજ જેનું જજમેન્ટ આવતા માળીયા હાટીના કોર્ટે સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ગુન્હો સાબિત થતા ઇપીકો કલમ 323 અને 149 સાથે વાંચતા જેમાં 6 માસની સાદી કેદની સજા તથા કલમ 147 માં 6 માસની સાદી કેદની સજા એક સાથે ભોગવાનો ચુકાદો કરેલ
આ તકે સોમનાથના ધારાસભ્યએ આપી પ્રતિ ક્રિયા
જોકે વિમલ ચુડાસમાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફરિયાદીઓ ભાજપના આગેવાનો હોય અને તે વખતે હું ચોરવાડ નગરપાલિકાનો વિરોધ પક્ષના નેતા હોઉં ખોટી કીનાખોરી રાખી અને ભાજપમાં આવી જવા પ્રેસર કરી આ ફરિયાદ કરવામાં આવી છે મને ન્યાય તંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે મને ચાર કલમો માં નિર્દોષ તેમજ 2 કલમો માટે 6 મશની સદી જેલની સજા ફટકારી છે અને તેમાં પણ અપીલમાં જવા સમય આપ્યો છે તેવું વિમલ ચુડાસમાએ જણાવેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.