રાજકોટમાં પત્નીની કેન્સરની સારવાર માટે યુવકે 2 લાખની ચોરી કરી, પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગત 30 જાન્યુઆરીના રોજ મંગેતર સાથે ફરવા આવેલા યુવકની ડેકીમાંથી 2 લાખ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આરોપી પરેશ જોશીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પત્નીને કેન્સરની બીમારી હોવાથી સારવાર માટે ચોરી કર્યાની કબૂલાત આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.