નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતે વિકાસકાર્યોનું ખાતમહૂર્ત
નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતે વિકાસકાર્યોનું ખાતમહૂર્ત
---
નાની કુંકાવાવ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર પંચાયત ઘર અને રૂપિયા ૧૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમહૂર્ત થયું
---
નાયબ મુખ્ય દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કુંકાવાવ ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ
---
અમરેલી, તા.૦૨ ફેબ્રુઆરી, ૨૩ (ગુરૂવાર) અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો તેજ ગતિથી શરુ છે. વિકાસ કાર્યોની આ શ્રૃંખલાના ભાગરુપે અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ગામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિકાસકાર્યોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. નાની કુંકાવાવ ખાતે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર પંચાયત ઘર અને રૂપિયા ૧૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમહૂર્ત નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલિયાના હસ્તે થયું હતું. બંને ભવનનોના નિર્માણથી નાની કુંકાવાવ ખાતે સ્થાનિકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસ કાર્યોના માર્ગે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક વિકાસના તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાની નેમ રાજ્ય સરકારની છે. તાજેતરમાં યોજાયેલા લોકદરબારોમાં ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓનું સ્થળ પર સફળતા પૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ મોટી કુંકાવાવ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેઓશ્રીએ વિકાસકાર્યોની સમીક્ષા કરી અન જરૂરી સૂચનો કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.