ડોક્ટર મહેશ દાફડા ના ત્રીજી વેળાના ચાર પુસ્તકોનું વિમોચન સુપેરે સંપન્ન
ડોક્ટર મહેશ દાફડા ના ત્રીજી વેળાના ચાર પુસ્તકોનું વિમોચન સુપેરે સંપન્ન
ભાવનગરની પ્રતિષ્ઠિત સનાતન ધર્મ હાઇસ્કુલ ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવા આપતા, મહામહિમ રાજ્યપાલ શ્રી તથા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા "શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" થી પોંખાયેલા. આકાશવાણી રાજકોટ અને દૂરદર્શન કેન્દ્ર થલતેજના માન્ય વાર્તાકાર શિક્ષણકાર. તાજેતરમાં જ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા "ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ" થી સન્માન પ્રાપ્ત, સારા ચિરોડી ચિત્રકાર અને એકપાત્રીય અભિનયના અદાકાર તેમજ EDUCATION TOUCH નામની પોતાની યુ ટ્યુબ ચેનલ દ્વારા અંગ્રેજી વ્યાકરણના નવસોથી વધુ એપિસોડ આપનાર એવા ડો. મહેશ દાફડાના ત્રીજી વેળાના ચાર પુસ્તકોનું વિમોચન ભાવનગર ખાતે તા.૨૧/૧/૨૩ નાં રોજ સુપેરે સંપન્ન થયું હતું.
આ વિમોચન પવૅમા તેઓએ "ધ્રાસકો" (વાર્તાસંગ્રહ) "સ્વાનુભૂતિ" (લઘુવાર્તા સંગ્રહ) , "મેઘવાળ સંતો અને સંત સંન્નારીઓનું ભક્તિ દર્શન" તેમજ "જનરલ ઇંગ્લિશ ગ્રામર" નામના ચાર પુસ્તકો લોકાર્પણ કર્યા હતા.
આ પર્વના સાક્ષી બનવા માન. નાથુભાઈ સોસા , ડો. મોહન પરમાર, માન.ડૉ.મનહર ઠાકર, માન. દાન વાઘેલા, માન.અશોકભાઈ પઢારીયા, માન. કુલદીપસિંહ ગોહિલ, માન.ડૉ. ચુનાવાલા, માન. ડો. મયુર વાઘ, માન ડો. મનસુખ ગાયજન , માન. મોહનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું.
ડો. મહેશ દાફડાએ પોતાના પ્રતિભાવ વક્તવ્યમાં પોતાની ચારેય બુકની સર્જન યાત્રા વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. શ્રોતાગણની ફરમાઈશ ને ડૉ.દાફડાએ માથે ચઢાવીને સંતદાસી જીવણના ભજનો પણ લલકારીને આખા વાતાવરણને ભક્તિ રંગે રંગી દીધું હતું.અધ્યક્ષિય ઉદ્બબોધનમાં શ્રી નાથુભાઈ સોસાએ ડો.દાફડાની સર્જન યાત્રાને બિરદાવી હતી, તેમજ શાળા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. આ વિમોચન કાર્યક્રમ બાદ સાંજના સ્વરૂચી ભોજન વેળાએ ડો. મહેશ દાફડાએ જુના ફિલ્મી ગીતો ગાયા હતા, અને સમગ્ર શ્રોતાઓના શાબાશીનું કેન્દ્ર બન્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો.
*તસ્વીર: ગોરધન દાફડા.અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.