બોટાદમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકીંગ સ્પર્ધા સંપન્ન
બોટાદમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકીંગ સ્પર્ધા સંપન્ન
વિજેતાને ઇન્ચાર્જ નાયબ કલેક્ટર (મધ્યાહ્ન ભોજન ) રાજેશ્રીબેન વંગવાણીના હસ્તે રૂ.૧૦ હજારનો ચેક એનાયત
બોટાદમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર-૫, સહકાર નગર ખાતે જિલ્લા કક્ષાની કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહિલાઓેએ મુખ્યત્વે જાડા ધાન અને બાજરાનો ઉપયોગ કરી વાનગીઓ તૈયાર કરી હતી. સ્પર્ધામાં ઉપસ્થિત તમામ અધિકારીઓ સહિત બોટાદવાસીઓએ બહેનોએ બનાવેલી પૌષ્ટિક વાનગીઓને નિહાળી હતી.
વિજેતા મહિલાને બોટાદના ઇન્ચાર્જ નાયબ કલેકટર (મધ્યાહ્ન ભોજન) રાજેશ્રીબેન વંગવાણીના હસ્તે રૂ. ૧૦ હજારનો ચેક એનાયત કરાયો હતો તથા અન્ય મહિલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં બોટાદ, બરવાળા, ગઢડા અને રાણપુર તાલુકા કક્ષાએ વિજેતા એવાં કુલ ૮ સ્પર્ધકોએ ભાગ લઈ અવનવી વાનગીઓ તૈયાર કરી હતી.
વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર બોટાદની મોડેલ સ્કૂલના અનુરાધાબેન કિરણભાઇ સોંલકીને રૂ.૧૦ હજાર, દ્રિતીય ક્રમે આવનાર બરવાળાની મુખ્ય કુમાર શાળાના ભાવનાબેન હર્ષદભાઇ ચાવડાને રૂ.૫ હજાર અને તૃતિય ક્રમે આવનાર શારદાબેન પિયુષભાઇ ચાવડાને રૂ.૩ હજારનો ચેક એનાયત કરાયો હતો.
કાર્યક્રમમાં સીડીપીઓ દક્ષાબેન વ્યાસ, બી.આર.સી. અશ્વિન ઢોલા, શાળાનાં આચાર્ય મુકેશ કાનેટીયા, નાયબ મામલતદાર આર. એમ. પંડ્યા સહિતનાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.