સમાધાનના નામે બોલાવી 4 શખસે યુવાન પર ધારિયાથી હુમલો કર્યો - At This Time

સમાધાનના નામે બોલાવી 4 શખસે યુવાન પર ધારિયાથી હુમલો કર્યો


રાજકોટના કુબલિયાપરા શેરી નં.5ના ખુણા પાસે ચંદ્રીકા પાનની સામે ચાર શખસે યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો. બાદમાં યુવાન પર ધારિયાથી હુમલો કર્યો હતો. આથી યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાનની માતાએ આ અંગે ચારેય શખસો વિરૂદ્ધ દીકરાની હત્યાની કોશિશની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાવી હતી. આથી ગુનો નોંધી પોલીસે ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.