શહીદ દિવસ : જ્યારે મહાત્મા ગાંધીએ લીધો હતો અંતિમ શ્વાસ, જાણો એ સાંજે શું બન્યુ હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ddw6q4auz2cnwqk7/" left="-10"]

શહીદ દિવસ : જ્યારે મહાત્મા ગાંધીએ લીધો હતો અંતિમ શ્વાસ, જાણો એ સાંજે શું બન્યુ હતું


શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરુષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.

અમે દર વર્ષે અલગ-અલગ દિવસે શહીદ દિવસ મનાવી છીએ. તેમાથી એક દિવસ 30 જાન્યુઆરી પણ છે. આ તારીખે જ રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. દર વર્ષે આપણે મહાત્મા ગાંધીની સાથે-સાથે દેશ માટે પોતાનુ બલિદાન આપનાર શદીદોને પણ યાદ કરીએ છીએ.

શહીદ દિવસના રૂપે આ તારીખ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે વર્ષ 1948 ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદથી આપણે દર વર્ષે 30 જાન્યુઆરીને મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ. આ દિવસે વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ કરવામાં આવે છે.

23 માર્ચ

આ દિવસે પણ આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને 1931માં ફાંસી આપવામાં આવી હતી.

17 નવેમ્બર

આ તારીખે આપણે શહીદોને યાદ કરવાની સાથે આઝાદીની લડાઇમાં મોટી ભૂમિકા નિભાવનાર લાલા લાજપત રાયને પણ યાદ કરીએ છીએ. લાલા લાજપત રાયનું આ દિવસે 1928માં મોત થયું હતું

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]