ખેડૂતોને એક માસમાં વળતર ચૂકવી આપવાની આપી બાંહેધરી 30 વર્ષથી થતો અન્યાય દૂર થાય છે કે કેમ તે જોવાનું રહ્યું.
તા.29/012023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂત ડાયાભાઈ જગમાલભાઈ દલવાડી સમાવાળા 1 ગુજરાત સરકાર વતી ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજના એકમો-19 સુરેન્દ્રનગર 2-કાર્યપાલક ઇજનેરશ સૌરાષ્ટ્ર શાખા લીબડી શાખા નહેર વિભાગ,લીબડી ડાયાભાઈ જગમાલભાઈ દલવાડી તથા અન્ય ખેડૂતોની ખેતીની સીમ જમીન ગામ વઢવાણ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરની સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની લીબડી શાખાના બાંધકામ માટે સને 1992 ની સાલમાં એટલે કે આશરે 30 વર્ષ પહેલા જમીન સંપાદન કરેલ છે તેમની સાથેના અમુક ખાતેદારોને નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકારશ્રીએ સ્વીકાર કરીને વળતરની રકમ ચૂકવી આપેલ છે અને આથી બાકી રહી ગયેલા ખેડૂતોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ નં 1572/2018 તથા અન્ય દાખલ કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટે તારીખ 1/4/2022 ના રોજ વધારાનું વળતર ખેડૂતોને ચૂકવવાનો હુકમ કરેલ છે અને તે રકમ તારીખ 31/7/2022 પહેલાં ખેડૂતોને ચૂકવવાનુ સૂચન કરેલું હતું પરંતુ જમીન સંપાદનના અધિકારીએ તથા નર્મદાના અધિકારીઓ દ્વારા ખેડૂતોને તારીખ 31/7/2022 પહેલા વધારાના વળતરની રકમ ન ચૂકવતા તે તમામ ખેડૂતોએ જમીન સંપાદનના અધિકારીને, કલેક્ટર સાહેબ નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર, તેમજ ગાંધીનગરના લાગતા વળગતા તમામ અધિકારીઓને વળતર ચૂકવવા માટે લેખિતમાં અરજી કરેલ હતી અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમનું પાલન કરવા નમ્ર અરજ કરેલ હતી તેમ છતા પણ આ અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરીને ખેડૂતોને વળતર ન ચૂકવતા તે તમામ ખેડૂતોએ મુખ્યમંત્રી સાહેબ ને પણ લેખિતમાં નમ્ર અરજ કરેલ હતી છતાં પણ તે તમામ અધિકારી ઓએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂત ડાયાભાઈ જગમાલભાઈ દલવાડીએ સુરેન્દ્રનગર મુકામે દીવાની કોર્ટ સમક્ષ સ્પેશ્યલ દીવાની દરખાસ્ત નંબર-5/2022 દાખલ કરેલ હતી તેમ છતાં પણ આ અધિકારીઓ વળતર જમા ન કરાવતા અરજદારના વકીલએ જપ્તી વોરંટ કઢાવતા આજરોજ તારીખ 27/01/2023 ના રોજ અરજદાર ડાયાભાઈ જગમાલભાઈ દલવાડી તથા અન્ય ખેડૂતો,વકીલ, તથા કોર્ટના બેલીફ મારફતે જમીન સંપાદન અધિકારીની કચેરી સુરેન્દ્રનગરમાં જપ્તી વોરંટની બજવણી માટે જતા ત્યાં હાજર રહેલ અધિકારીએ જપ્તી વોરંટની ગંભીર નોંધ લઈને ખેડૂતોને એક માસમાં વળતર ચૂકવી આપવાની બાંહેધરી આપેલ છે હવે તે જોવાનું રહ્યું કે ખરેખર એક માસમાં ખેડૂતોને 30 વર્ષથી થતો અન્યાય દૂર થાય છે કેમ?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.