વીંછિયા આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીની ની ઘટના બંધ મુઠ્ઠીમાં: પરિવારજનોના પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહિ
વિંછીયાની આદર્શ સ્કૂલની હોસ્ટેલમાં આપઘાતની ઘટના સામે આવી છે, તાલુકાના જ છાસિયા ગામ અને વિછ્યાની આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણમાં 10 માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયા એ હોસ્ટલે ના કમ્પાઉન્ડમાં જ દોરીથી ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી હતી, આત્મહત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, બનેલ ઘટના મુજબ મૃતક કાજલના પરિવારને સ્કૂલ સંચાલકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે તાત્કાલિક હોસ્પિટલે આવો જ્યારે પરિવારે હોસ્પિટલે જઈ ને જોયું તો કાજલ મૃત જોવા મળી હતી, જ્યારે પરિવારે કાજલના મૃત્યુ અંગે પૂછતાં કાજલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી જ્યારે પરિવારે આત્મહત્યાં અંગે ના પુરાવા માગતા સ્કૂલ સંચાલકો પાસે પુરાવા હોવા જોઈએ,મારી બહેનને એક પણ પ્રકારની તકલીફ હતી નહિ,મારી બહેન ક્યારે ગળેફાંસો ખાય નહિ,પરિવારે ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી,અને સાથે સાથે સ્કૂલ સંચાલકોએ મીડિયાને ઘટના સ્થળ થી દૂર રાખ્યા હતા અને આ બાબતે કોઈ પણ જાતનું નીવેદન આપ્યું ના હતું, જ્યારે નોંધનીય છે કે આદર્શ સ્કૂલ એ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે અને આ ઘટનાને દબાવી દેવા માટે તંત્ર ઉપર રાજકીય દબાણ હોય તે વાત ચોક્કસ છે, સાથે એપણ વાત શક્ય બની શકે કે આ ઘટનાને દબાવવા માટે કુંવરજી બાવળિયા તેની રાજકીય તાકાતનો ઉપયોગ કરી રહ્યા હોય, જેવી અનેક વાતો લોખ મુખે ચર્ચાઈ રહી છે પણ સાચું કારણ ક્યારે બહાર આવે અને પરિવાર જનોને પણ આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવે અને જાણ થાય તેવું પરિવારજનો ઇચ્છી રહ્યા છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.