ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૩૭૬૪ કિ.રૂ. ૧૬,૧૩,૩૪૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૩૧,૧૩,૭૧૦/-નાં મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૩૭૬૪ કિ.રૂ. ૧૬,૧૩,૩૪૦/-નાં જથ્થા સહિત કુલ રૂ.૩૧,૧૩,૭૧૦/-નાં મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન *ભાવનગર,એલ.સી.બી.નાં હેડ.કોન્સ અનિરુધ્ધસિંહ ગોહીલને બાતમી મળેલ કે,* ખોડીયાર મંદિર ખાતે આવેલ વાહન પાર્કિગમાં એક સફેદ રંગની મારૂતી અલ્ટો કાર રજીસ્ટ્રેશન નંબર GJ-04-CJ-1543 માં (૧) યોગેશ બાલકૃષ્ણ મહેતા રહે. શિહોર (૨) સુધીર અશોકભાઇ પંડયા રહે. શિહોર (૩) પવનકુમાર આહિર રહે. દિલ્હી (૪) રાજેશકુમાર યાદવ રહે. દિલ્હી વાળાઓ સદર અલ્ટો કારમાં બેઠેલ છે અને તેઓ સાથે મળી શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગાડીનું કટીંગ કરવાના છે જે આધારે ત્યા પહોંચી સદર હકીકત બાબતે વોંચમાં હતા તે દરમ્યાન આછા કેસરી (કોફી જેવા) કલરનું આઇસર ટ્રક નંબર MH-18-BG-7535 સાથે નીચે મુજબનાં માણસોને ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ કાચની કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો તથા વાહનો સાથે ઝડપી પાડેલ. તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*આરોપીઓઃ-*
1. યોગેશ બાલકૃષ્ણ મહેતા રહે. શિહોર
2. સુધીર અશોકભાઇ પંડયા રહે. શિહોર
3. પવનકુમાર આહિર રહે. દિલ્હી
4. રાજેશકુમાર યાદવ રહે. દિલ્હી
5. શહઝાદખાન પ્યારેમીયા રહે- ઇંદીરા કોલોની ચિતોડગઢ રાજશ્થાન
6. નાસીર- ઇદગાહ ચોક, ચિતોડગઢ રાજશ્થાન (પકડવાનો બાકી)

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. મેકડોવેલ્સ નંબર-૧ કલેકશન વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૨૩૭૨ કિ.રૂ.૮,૮૯,૫૦૦/-
2. ડી રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૩૯૨ કિ.રૂ.૭,૨૩,૮૪૦/-
3. આછા કેસરી કલર જેવું આયશર કંપનીનું વાહન રજી.નંબર-MH-18-BG-1735 કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
4. સફેદ કલરની અલ્ટો કાર રજી નં- GJ-04-CJ-1543 કી.રૂ- ૧,૫૦,૦૦૦/-
5. અલગ- અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૫ કી.રૂ- ૨૬,૫૦૦/-

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,શ્રી પી.બી.જેબલીયા,શ્રી બી.એચ. શીંગરખીયા સ્ટાફનાં અનિરુધ્ધસિંહ ગોહીલ, હરેશભાઇ ઉલ્વા, હીરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ ગોહીલ, ભયપાલસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસંહ ગોહીલ, નીતીનભાઇ ખટાણા, હરીશચંદ્રસિંહ ગોહીલ, બીજલભાઇ કરમટીયા, ચંદ્રસિંહ વાળા, પ્રગ્નેશભાઇ પંડ્યા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.