લાઠી તાલુકામાં તમાકુ નિષેધ અંગે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન
લાઠી તાલુકામાં તમાકુ નિષેધ અંગે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન
લાઠી તાલુકામાં તમાકુ નિષેધ અંગે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ના સંકલન થી લાઠી તાલુકા ની ૧૨ હાઇસ્કુલ માં તમાકુ નિષેધ વિષય પર વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ નું આયોજન થયેલ છે. જે અંતર્ગત માલવિયા પીપરીયા, શાખપૂર અને અકાળા ની માધ્યમિક શાળાઓ મા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું હતું. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને અન્ય પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતુ. લાઠી ના ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ડો. મિત્તલ શેલીયા, બાલમુકુંદ જાવિયા, યાસ્મીન ખોખર અને આરોગ્ય કર્મચારીઓએ તમામ શાળાઓ ના આચાર્ય અને શિક્ષકો ના સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. શાળા ના તમામ વિદ્યાર્થીઓ ને વ્યસમુક્તિ, એનીમિયા અને તરુણાવસ્થાજન્ય ફેરફારો વિશે આરોગ્ય શિક્ષણ આપી પરીક્ષા લક્ષી સ્ટ્રેસ મેનેજમેન્ટ નું માર્ગદર્શન આપવા માં આવેલ હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.