ગઢડા (સ્વામી) શિક્ષાપત્રી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
આજ રોજ તા.૨૨/૦૧/૨૩ થી તા.૨૬/૦૧/૨૩ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
૨૬મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે, અને કાયમ માટે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે : આચાર્યશ્રી શિક્ષાપત્રી મંદીર -ગઢડા
શિક્ષાપત્રી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી, ધારાસભ્ય, આગેવાનો, સંતો સહિતના હાજરી આપશે
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સુપ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે જ્યાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને હરિભક્તો ના આસ્થા નું કેન્દ્ર રહેલું છે. જેના ભાગરૂપે ગઢડા શહેરમાં બોટાદ રોડ પર આવેલ શ્રી શિક્ષાપત્રી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવના આયોજનના ભાગરૂપે સ્થાનિક આચાર્ય સંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી અને ગઢપુતિશ્રી ગોપીનાથજી મહારાજની અમીદ્રષ્ટિથી અને અમારા દાદાગુરુ અ.નિ.સ.કો.પુ. ચેરમેન સ્વામી દિવ્ય આશીર્વાદથી ગઢપુરષામને આંગણે શ્રીહરની આજ્ઞાનુસાર બંસીપુર પહાડના ગુલાબી પથ્થરથી સુંદર કલાત્મક નથ્થ મળ્ય શિખરબંધ ૨૧૨ શ્લીકાત્મક શિક્ષાપત્રી મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં છે ત્યારે તેમાં સંવત ૨૦૭૮ મહાસુદી પાંચમ (વસંત પંચમી) ૧૯૭મી શિક્ષાપત્રી જયંતિ તા. ૨૬-૧-૨૦૨૩ ગુરુવારના શુભદિવસે વડતાલ પીઠાધિપતિપ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહરાજશ્રીના શુભહસ્તે શિક્ષાપત્રી લેખક ભગવાન શ્રી સહજાનંદસ્વામી મહારાજની પંચધાતુની મૂર્તિ તથા ૨૧૨ શ્લોકાત્મક સુવર્ણમય શિક્ષાપત્રી સ્વરૂપની મૂર્તિ તથા ગઢપુર (વડતાલ અને અમદાવાદ) બંને દેશમાં મધ્યસ્થ સ્થાન ધરાવતું હોઈ, બંને ગાદી (અમદાવાદ અને વડતાલ)ના શ્રીહરિ પ્રતિષ્ઠિત મુર્ધન્ય દેવ શ્રી નરનારાયણદેવ તેમજ શ્રી લક્ષ્મીનારાયણદેવની મૂર્તિઓ, નુમાનજી ગણપતિ વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ રાખવામાં આવેલ છે. આ પ્રતિષ્ઠા અંતર્ગત તા. ૨૨-૧-૨૦૨૩થી તા. ૨૬-૧-૨૦૨૩ દરમ્યાન જુદાં-જુદાં ધામના વિદ્વાન વક્તાઓ દ્વારા પ્રતિષ્ઠાના અંગભૂત શ્રી શિક્ષાપત્રી ભાષ્ય ની પંચ દિનાત્મક કથા પારાયણ, ત્રિદિનાત્મક ૨૧૨ કુંડી શિક્ષાપત્રી મહવિષ્ણુપાગ, શિક્ષાપત્રી રાોપચાર મહાપૂજા, ૨૧૨ શ્લોકોનું LED પ્રદર્શન, શિક્ષાપત્રીની સુવર્ણ તુલા તથા શ્રી શિક્ષાપત્રીની રજતતુલા, શિક્ષાપત્રીનો ડ્રાયફ્રુટ મહાભિષેક, અન્નકુટ, શાકોત્સવ વગેરે અનેક પાર્મિક અને સામાજીક કાર્યક્રમો દ્વારા આ પ્રતિષ્ઠામહોત્સવ ભવ્વતાથી ઉજવાશે. સારાએ વિશ્વમાં અને સંપ્રદાયમાં શિક્ષાપત્રી મંદિર એક માત્ર ગઢપુરમાં પહેલું-વહેલું બંધાવેલ છે અને ગઢપુર સારાએ સંપ્રદાયનું કેન્દ્રસ્થાન છે અને શ્રીહરિની આજ્ઞાથી શ્રી શતાનંદ સ્વામીએ ગઢપુરમાં ૨૧૨ શ્લોકાત્મક શિક્ષાપત્રીની સંસ્કૃતમાં રચના કરી અને સત્સંગિજીવન ગ્રંથના ચોથા પ્રકરણમાં તેને એક અાવ તરીકે પ્રસ્થાપિત કરેલ છે. જેથી શિક્ષાપત્રી મંદિર ગઢપુરમાં સાકાર થયું છે. તે આખાય સંપ્રદાય માટે ગૌરવની વાત છે. તેથી શિક્ષાપત્રીને શ્રીહરિનું વાણી સ્વરૂપ માનનારા દરેક સંત, હરિભક્તો આ દિક્ષાપત્રી મંદિરની પ્રતિષ્ઠા વિધિમાં અવશ્ય પધારી લાભ લે તે ઉચિત ગણાશે. આ શિક્ષાપત્રી સ્વરૂપની દર વર્ષે જયંતિ ઉજવાય છે અને તેનું રાજોપચાર મહાપૂજન થાય છે. આ મહાપૂજન કરવાથી ધર્મ-અર્થ-કામ અને મોક્ષરૂપ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય છે. જેથી આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કથા શ્રવણ -મહાપૂજન-આચાર્ય મહારાજ શ્રી તથા સંતોના આશીર્વચન-દર્શનનો અલભ્ય લાભ લેવા હરિભક્તો તેમજ જાહેર જનતાને સૌને સહકુટુંબ પધારવા લાગણીભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
તૃપિક કાપડી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.