મનપાએ 3 નવી TP સ્કીમ માટે બેઠકો કરી, રૂડાએ બે સ્કીમમાં કબજા લેવાના શરૂ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vkufwtm2wavrtmvr/" left="-10"]

મનપાએ 3 નવી TP સ્કીમ માટે બેઠકો કરી, રૂડાએ બે સ્કીમમાં કબજા લેવાના શરૂ કર્યા


મવડી 34, 35, 36 તૈયાર કરવા માટે કળાકૂટ, રૂડાની 38-2 અને 41માં રસ્તાઓ ખુલ્લા કરાશે.

રાજકોટ શહેરમાં અચાનક જ ટી.પી. સ્કીમો બનાવવા માટેની સિઝન આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ એક જ સપ્તાહમાં 3 નવી ટી.પી. સ્કીમ માટે બેઠક બોલાવી દીધી છે જ્યારે રૂડાએ બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ માટે રસ્તાના કબજા લેવાના શરૂ કર્યા છે. રાજકોટ શહેરમાં ખૂબ જ ઝડપી વિકસી રહેલા મવડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. 34, 35 અને 36 એમ 3 નવી સ્કીમનો ઈરાદો જાહેર કરાયો છે. દરેક સ્કીમ 150 હેક્ટરથી વધુનો વિસ્તાર ધરાવે છે આ કારણે તે વિસ્તારમાં રોડ-રસ્તા ખુલ્લા થશે. આ ઉપરાંત મનપાને રિઝર્વ પ્લોટ મળતા ભવિષ્યમાં આવાસથી માંડી લાઇબ્રેરી સુધીના બાંધકામ પણ થઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]