બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા અને ઓડીયો મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા અને ઓડીયો મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ
બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ સમગ્ર બોટાદ જિલ્લામાં ધાતુ આધારિત માંજા અને ઓડીયો મેગ્નેટીક ટેપના વેચાણ અને ઉપયોગ કરવા પર હંગામી પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. સદરહું આ હુકમ તા.૧૩/૦૧/૨૦૨૩ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી (બન્ને દિવસો સુધ્ધા) અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.